Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનને ભારતીય સેનાને સોંપાયું:સુરતની કંપનીએ લદ્દાખમાં 18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે સફળ પરીક્ષણ કર્યું

    2 days ago

    સુરત સ્થિત ડિફેન્સ ટેકનોલોજી કંપની insideFPV એ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ લદ્દાખમાં અંદાજે 18,000 ફૂટની ઊંચાઈ પર એક્ટિવ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ વચ્ચે પોતાના સ્વદેશી કામિકાઝે FPV ડ્રોન ‘અદ્વિક’નું સફળ પરીક્ષણ કર્યું છે. આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા તેની અજેય ગુણવત્તા અને કમાલની એન્ટી-જામિંગ ક્ષમતા છે. એડવાન્સ્ડ ડ્રોન ડિફેન્સ સિસ્ટમ સક્રિય હોવા છતાં, ડ્રોને તેની ફ્લાઇટ અને કમ્યુનિકેશન લિંક અવિરત જાળવી રાખી હતી. ભારતીય સેનાની હાજરીમાં સફળ ટ્રાયલ પૂર્ણ થયા બાદ હવે આ અત્યાધુનિક ડ્રોન સેનાને સોંપી દેવામાં આવ્યું છે. આધુનિક યુદ્ધમાં ડ્રોનની સૌથી મોટી મુશ્કેલી ઈલેક્ટ્રોનિક જામિંગ આધુનિક યુદ્ધના મેદાનમાં નાના એટેક ડ્રોન સામે સૌથી મોટો પડકાર ઈલેક્ટ્રોનિક વોરફેરનો છે. યુક્રેન યુદ્ધમાં બંને પક્ષોએ મોટા પાયે કમ્યુનિકેશન જામિંગને કારણે હજારો FPV ડ્રોન ગુમાવ્યા છે. જ્યારે દુશ્મનનું જામર ડ્રોન અને ઓપરેટર વચ્ચેનો સંપર્ક તોડી નાખે છે, ત્યારે ડ્રોન નિયંત્રણ બહાર જાય છે જેથી મિશન નિષ્ફળ જાય છે. આવી ગંભીર સમસ્યાના ઉકેલ માટે બહારથી કોઈ ટેક્નોલોજી ખરીદવાને બદલે ભારતમાં જ સુરક્ષિત કમ્યુનિકેશન લિંક વિકસાવવી જરૂરી બની ગઈ હતી. હલકું અને જામર-પ્રૂફ કમ્યુનિકેશન નેટવર્ક insideFPV એ બહારથી તૈયાર પાર્ટ્સ લેવાને બદલે પોતાની ઇન-હાઉસ કમ્યુનિકેશન લિંક બનાવીને આ સમસ્યાનો તોડ કાઢ્યો છે. કંપનીએ કસ્ટમ હાર્ડવેર અને એન્ટેના રેક સિસ્ટમ વડે મલ્ટિપલ RF સિસ્ટમ જોડી છે, જેથી દુશ્મનના ઈલેક્ટ્રોમેગ્નેટિક હુમલા વચ્ચે પણ સિગ્નલ કપાતું નથી. કંપનીના CTO દેવ્યંત ભારદ્વાજના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો માને છે કે એન્ટી-જામિંગ માટે ડ્રોન ભારે અને મોંઘું હોવું જોઈએ, પરંતુ અમે હલકું, સસ્તું અને કોમ્પેક્ટ ડ્રોન બનાવ્યું છે, જેને અત્યાર સુધી કોઈ જામર રોકી શક્યું નથી. લદ્દાખની કાતિલ ઠંડી અને પાતળી હવામાં કપરી કસોટી ડ્રોનના પરીક્ષણ માટે લદ્દાખની પસંદગી ખાસ વિચારણા બાદ કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ હવાની પાતળી ઘનતા એરોડાયનેમિક્સ અને પ્રોપેલરની ક્ષમતા ઘટાડે છે, જ્યારે માઈનસ તાપમાન બેટરીની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. આવા અત્યંત પ્રતિકૂળ વાતાવરણ અને ભીષણ જામિંગ વચ્ચે પણ અદ્વિક ડ્રોને સ્થિર ઉડાન ભરી હતી. ટેસ્ટિંગ અંગે જણાવતા કંપનીએ કહ્યું કે, “જો અમારું ડ્રોન આટલી વિષમ પરિસ્થિતિમાં લદ્દાખમાં કામ કરી શકે, તો તે દેશની કોઈપણ સરહદે સક્ષમતાથી કામ કરી શકે છે.” સેનાને મોટા પાયે સસ્તા સ્વદેશી ડ્રોનની તાતી જરૂરિયાત હાલના વૈશ્વિક સંઘર્ષો દર્શાવે છે કે આધુનિક યુદ્ધ માત્ર ટેક્નોલોજીથી નહીં, પણ સંખ્યાબળથી પણ જીતાય છે. નિવૃત્ત મેજર જનરલ વિકાસ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને દુશ્મન પર સચોટ પ્રહાર કરવા માટે અંદાજે એક લાખ જેટલા ઓછા ખર્ચવાળા કામિકાઝે ડ્રોનની જરૂર છે. આ લક્ષ્ય ત્યારે જ શક્ય બને જ્યારે તેનું ડિઝાઇનિંગ અને ઉત્પાદન ભારતમાં જ થાય, જેથી તેનો ખર્ચ ઓછો રહે અને દેશના સૈનિકો દુશ્મનના જામર્સ સામે હંમેશા એક ડગલું આગળ રહી શકે.
    Click here to Read More
    Previous Article
    398 કરોડના સાયબર કૌભાંડના મુખ્ય આરોપીના જામીન નામંજૂર:પાટણ સેશન્સ કોર્ટે હર્ષદ ઠક્કરને પેરીટીનો લાભ ન આપ્યો; દિવાળી જેલમાં વિતાવશે
    Next Article
    પાટણના કાલિકા માતાજી મંદિરમાં કાળી ચૌદસે સામૂહિક કાલી-પૂજા યોજાશે:રાત્રે 8 થી 11 વાગ્યા સુધી વિશેષ પૂજાવિધિ;કાલિકા પુરાણના 1008 નામોચ્ચાર સાથે અર્ચના કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment