Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના કાલિકા માતાજી મંદિરમાં કાળી ચૌદસે સામૂહિક કાલી-પૂજા યોજાશે:રાત્રે 8 થી 11 વાગ્યા સુધી વિશેષ પૂજાવિધિ;કાલિકા પુરાણના 1008 નામોચ્ચાર સાથે અર્ચના કરાશે

    2 days ago

    પાટણના ઐતિહાસિક અને પ્રાચીન નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં કાળી ચૌદસના પવિત્ર પર્વે તારીખ 7 નવેમ્બર 2026ના રોજ રાત્રિના 8 થી 11 વાગ્યા દરમિયાન લોક કલ્યાણ અર્થે ભવ્ય સામૂહિક કાલી-પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ યોજાનારી આ વિશેષ પૂજાવિધિમાં શ્રદ્ધાળુઓ અને ભક્તો વહેલા તે પહેલાના ધોરણે જોડાયા બાદ રાત્રે 11:30 કલાક સુધી માતાજીના દિવ્ય શૃંગાર દર્શન કરી શકશે. 1008 નામોચ્ચાર સાથે થશે પૂજાવિધિ પૂજામાં સહભાગી થનારા ભક્તોએ પોતાના ઘર કે મંદિરમાં પૂજાતા આદિશક્તિના કોઈપણ સ્વરૂપની મૂર્તિ અથવા ફોટો સાથે લાવવાનો રહેશે. આ ઉપરાંત કાલિકા પુરાણમાં દર્શાવેલા 'ક' અક્ષરથી શરૂ થતાં 1008 નામોચ્ચાર સાથે અર્પણ કરવા માટે પૂરતા પ્રમાણમાં ચોખા, ફળ અથવા બીલીપત્ર સાથે લાવવાના રહેશે. મંદિર પરિવાર દ્વારા મૂર્તિ કે ફોટાની સ્થાપના માટે બાજોઠ તેમજ સામૂહિક આરતીની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે આ સામૂહિક પૂજામાં જોડાવા માટે કોઈ પણ પ્રકારનું પૂર્વ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. મંદિરમાં જગ્યાની ઉપલબ્ધતા મુજબ વહેલા તે પહેલાના ધોરણે જ સ્થાન ફાળવવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ પૂજામાં બેસનાર દરેક ભક્તે સતત ત્રણ કલાક સુધી બેસીને કાયદા-શિસ્તનું પાલન કરવાનું રહેશે. પૂજા પૂર્ણ થયા બાદ રાત્રિના 11:30 કલાક સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે માતાજીના વિશેષ શૃંગાર દર્શન ખુલ્લા રહેશે.
    Click here to Read More
    Previous Article
    દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનને ભારતીય સેનાને સોંપાયું:સુરતની કંપનીએ લદ્દાખમાં 18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે સફળ પરીક્ષણ કર્યું
    Next Article
    રતલામમાં 2 કરોડની નોટોથી સજાવાયું મહાલક્ષ્મી મંદિર:40 દેશોની કરન્સી, ચાંદીના 52 હાથી પણ; સોના-ચાંદીના દાગીનાથી શણગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment