Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    398 કરોડના સાયબર કૌભાંડના મુખ્ય આરોપીના જામીન નામંજૂર:પાટણ સેશન્સ કોર્ટે હર્ષદ ઠક્કરને પેરીટીનો લાભ ન આપ્યો; દિવાળી જેલમાં વિતાવશે

    2 days ago

    પાટણના ચર્ચાસ્પદ સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી હર્ષદ ઠક્કરે ચાર્જશીટ રજૂ થયા બાદ કરેલી નિયમિત જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે રૂ. 398 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને ગુનામાં આરોપીની સક્રિય ભૂમિકાને ધ્યાને રાખીને પેરીટીનો લાભ આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ નિર્ણયના પગલે કરોડોના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર હર્ષદ ઠક્કર પોતાની દિવાળી જેલના સળિયા પાછળ વિતાવશે. કમિશનની લાલચે ખોલાવેલા ખાતાઓમાંથી ₹398 કરોડ ટ્રાન્સફર પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ મુજબ, આરોપીઓએ કમિશનની લાલચ આપીને 13 જેટલા લોકોના હારીજ નાગરિક સહકારી બેંકમાં કરન્ટ ખાતાં ખોલાવ્યાં હતાં. આ તમામ ખાતાઓની બેંકિંગ કિટ્સ સાયબર ફ્રોડ કરતી આંતરરાજ્ય ટોળકી સુધી પહોંચાડવામાં આવી હતી. આ કરન્ટ ખાતાઓમાં દેશભરમાંથી આશરે ₹398 કરોડના ગેરકાયદેસર વ્યવહારો થયા હતા, જે અંગે દેશભરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 228 જેટલી ફરિયાદો નોંધાઈ છે. બંધન બેંકમાંથી ₹52 કરોડ રોકડા ઉપાડવાનો પર્દાફાશ સરકારી વકીલની દલીલો અને પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી હર્ષદ ઠક્કરે ‘બ્રહ્માણી ટ્રેડિંગ’ અને ‘નવજીવન એન્ટરપ્રાઇઝ’ના ખાતાઓમાંથી રકમ ઉપાડવા માટે સાક્ષીઓને ભરેલા ચેક આપ્યા હતા અને આંગડિયા મારફતે નાણાં અન્ય સાથીઓને મોકલ્યા હતા. આ ઉપરાંત પાટણની બંધન બેંકના ખાતામાંથી પણ તેણે ₹52 કરોડથી વધુની રકમ રોકડેથી ઉપાડી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કોર્ટે મુખ્ય આરોપી હોઈ પેરીટી આપવાની ના પાડી સેશન્સ જજ એચ.એસ. મુલીયાએ બંને પક્ષોની ધારદાર દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ નોંધ્યું હતું કે જામીન પર છૂટેલા અન્ય આરોપીઓની ભૂમિકા માત્ર ખાતાં ભાડે આપવા પૂરતી સીમિત હતી. તેની સરખામણીએ હર્ષદ ઠક્કરે કરોડો રૂપિયા રોકડા ઉપાડીને કૌભાંડમાં મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ચાર્જશીટ રજૂ થઈ જવાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી અને આરોપી સામે પૂરતા પુરાવા હોવાથી તેને જામીન આપી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    નારાજ ધારાસભ્યોની ફારૂક અબ્દુલ્લાના ઘરે બેઠક:માગણીઓ નહીં સ્વીકારાય તો 25 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે; 5 વર્ષમાં 3 મોટી પ્રાદેશિક પાર્ટીઓમાં ભાગલા પડ્યા
    Next Article
    દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનને ભારતીય સેનાને સોંપાયું:સુરતની કંપનીએ લદ્દાખમાં 18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે સફળ પરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment