Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી સીઝનમાં સુરતના કાપડ વેપારીઓ સાવધાન:FOSTTAએ જારી કરી એડવાઈઝરી, નવા એજન્ટ-વેપારી સાથે વ્યવહાર પહેલાં ફિઝિકલ વેરિફિકેશન અનિવાર્ય

    16 hours ago

    દિવાળીના તહેવારોની ખરીદી અને વેપારની પીક સીઝન વચ્ચે સુરતના કાપડ માર્કેટમાં છેતરપિંડી રોકવા માટે અગ્રણી વેપારી સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશન્સ (FOSTTA) દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ-નોટ જારી કરીને તમામ વેપારીઓને વિશેષ સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને ફોસ્ટા પ્રમુખ હંસરાજ જૈન અને મહામંત્રી દિનેશ કટારિયાએ વેપારીઓને નવા લોકો સાથે વ્યાપાર શરૂ કરતા પહેલાં પૂરતી તકેદારી રાખવા જણાવ્યું છે. માત્ર મૌખિક સંદર્ભ પર નિર્ભર ન રહો, ફિઝિકલ તપાસ કરો ફોસ્ટા દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ નવા વેપારી કે એજન્ટ દ્વારા આપવામાં આવેલા રેફરન્સ (સંદર્ભ)ની માત્ર મૌખિક જાણકારી પર નિર્ભર રહેવું નહીં. આપેલા રેફરન્સનું સ્થળ પર જઈને વ્યક્તિગત અને ફિઝિકલ વેરિફિકેશન કરવું અત્યંત જરૂરી છે. ઉતાવળમાં કે માત્ર અંધવિશ્વાસના આધારે મોટો આર્થિક વેપાર કરવાથી બચવાની કડક સલાહ આપવામાં આવી છે. FOSTTA એપની 'રેફરન્સ સિસ્ટમ'નો ઉપયોગ કરો છેતરપિંડીથી બચવા માટે વેપારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ 'FOSTTA FORUM' એપ્લિકેશનના રેફરન્સ સિસ્ટમમાં જઈને સંબંધિત વેપારીનો GST નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરી તપાસ કરી લે. જેથી સંસ્થા પાસે અગાઉ તે વેપારી કે એજન્ટ સામે કોઈ છેતરપિંડી કે પેમેન્ટ બાકી હોવાની ફરિયાદ નોંધાયેલી છે કે નહીં તેનો ખ્યાલ આવી શકે. ભાડાની દુકાન અને નવા GST ધારકોથી સાવચેતી જરૂરી મોટાભાગની ફરિયાદોમાં એવું સામે આવ્યું છે કે કેટલીક અસામાજિક કે બદદાનત ધરાવતી વ્યક્તિઓ નવો GST નંબર મેળવીને અને ભાડાની દુકાન રાખીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી હોય છે. જોકે, ફોસ્ટાનું માનવું છે કે દરેક નવો GST ધારક કે ભાડાની દુકાન ધરાવતો વેપારી ખોટો નથી હોતો, પરંતુ વેપારની ગુડવિલ સાબિત કરવા માટે લાંબા સમય સુધી વ્યાપાર કરવો જરૂરી છે. આથી, જો કોઈ વેપારી નવો GST નંબર અને ભાડાની દુકાન સાથે કામ કરતો હોય, તો તેના GST દસ્તાવેજો, વ્યાપારિક સરનામું, દુકાન તથા અન્ય જરૂરી કાગળોની યોગ્ય ખાતરી કર્યા પછી જ માલ આપવો જોઈએ. આર્થિક નુકસાન અને ચીટિંગથી બચવા છેલ્લી ઘડીની અપીલ ફોસ્ટાના હોદ્દેદારોએ તમામ વેપારી ભાઈઓને અપીલ કરી છે કે દિવાળીની આ મહત્વપૂર્ણ વ્યાપારિક સીઝનમાં મહત્તમ સાવધાની રાખવી. કોઈપણ નવા પક્ષકાર સાથે વ્યવહાર કરતા પહેલાં સંપૂર્ણ માહિતી અને સત્તાવાર તપાસ કરી લેવી, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચીટિંગ કે મોટા આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી સંસ્થાનો ટાર્ગેટ પૂરો કરવાનો પ્લાન?:વિસત- તપોવન રોડ પર કેચ ફાઉન્ડેશન સંસ્થાએ અમુક જગ્યાએ રોપા લગાવ્યા, બાકીની જગ્યાએ ખાડા રાખ્યા
    Next Article
    સુરત પોલીસે 145મો ગ્રીન કોરિડોર બનાવી માનવતા મહેકાવી:MLA મુકેશ પટેલની પહેલથી બ્રેઇનડેડ મામીના અંગદાનથી 5 જિંદગીઓ બચી, ગ્રામ્ય વિસ્તારમાં માન્યતા તોડી રચ્યો નવો ઇતિહાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment