Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી સંસ્થાનો ટાર્ગેટ પૂરો કરવાનો પ્લાન?:વિસત- તપોવન રોડ પર કેચ ફાઉન્ડેશન સંસ્થાએ અમુક જગ્યાએ રોપા લગાવ્યા, બાકીની જગ્યાએ ખાડા રાખ્યા

    15 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ રોપવા માટે કેચ ફાઉન્ડેશન નામની સંસ્થાને પ્રતિ રોપા રૂ.3000 નિભાવ ખર્ચ આપવા સાથેની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત- તપોવન રોડ પર આવેલા મૈત્રી અશોક વિહાર સર્કલથી તપોવન તરફ સર્વિસ રોડના ફૂટપાથ પર કેચ ફાઉન્ડેશન દ્વારા ઝાડ રોપવામાં આવ્યા છે અને જાળી લગાવવામાં આવી છે. પરંતુ કેટલાક જગ્યામાં રોપા લગાવવામાં આવ્યા નથી અને રોપા હોવા છતાં પણ તેમાં જાળી લગાવવામાં આવી નથી. મ્યુનિસિપલ ગાર્ડન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ રોડ ઉપર કેચ ફાઉન્ડેશન દ્વારા ત્રણથી ચાર દિવસ પહેલા જ રોપા સાથે જાળી લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે કેટલીક જગ્યાએ રોડ પ્રોજેક્ટ દ્વારા ઝાડ રોપવામાં આવ્યા હતા. જ્યારે બાકીમાં કેચ ફાઉન્ડેશન દ્વારા રોપવામાં આવ્યા છે. રોડ પ્રોજેક્ટના ઝાડ સુકાઈ ગયા હોવાથી તેની જગ્યાએ કેચ ફાઉન્ડેશન લગાવી દીધા હોઈ શકે છે. ગાર્ડન વિભાગના અધિકારીઓએ બચાવ કર્યો ગાર્ડન વિભાગના અધિકારીએ કેચ ફાઉન્ડેશન સંસ્થાનો બચાવ કરતા કેટલીક જગ્યાએ રોડ પ્રોજેક્ટ દ્વારા ઝાડના રોપા લગાવવામાં આવ્યા છે ત્યાં સંસ્થાએ લગાવ્યા નથી પણ બાકીની જગ્યાએ તેઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યાં હજી સુધી રોપા નથી લગાવ્યા અને ખાડા છે ત્યાં બીજા કોઈ ઝાડના રોપા લગાવવાના હશે એટલે બાકી રાખ્યા હશે એમ કહ્યું હતું. રોડ પ્રોજેક્ટ દ્વારા ફૂટપાથ પર અગાઉ રોપા લગાવવામાં આવ્યા હતા તો ફરીથી શા માટે કેચ ફાઉન્ડેશન દ્વારા કેટલીક જગ્યાએ રોપા લગાવ્યા અને કેટલાક જગ્યામાં બાકી રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Wi-Fi 5 vs Wi-Fi 6: Speed, Range, Devices And Key Differences Explained
    Next Article
    દિવાળી સીઝનમાં સુરતના કાપડ વેપારીઓ સાવધાન:FOSTTAએ જારી કરી એડવાઈઝરી, નવા એજન્ટ-વેપારી સાથે વ્યવહાર પહેલાં ફિઝિકલ વેરિફિકેશન અનિવાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment