Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FLO વડોદરા દ્વારા મહિલા સશક્તિકરણનો મહાકુંભ:શિવાની પટેલે સ્મિતા જાટિયાને સોંપી કમાન, વર્ષ દરમિયાન 1,700 યુવતીઓને મળી રોજગારલક્ષી તાલીમ

    16 hours ago

    વડોદરામાં FICCI FLO દ્વારા 'ચેન્જ ઓફ ગાર્ડ' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેતૃત્વ પરિવર્તનની સાથે મહિલા સંચાલિત વિકાસ અને સામાજિક પ્રભાવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 'FLO પાવર એન્ડ પર્પઝ એવોર્ડ્સ' એનાયત કરી એવા મહાનુભાવો અને સંસ્થાઓને સન્માનિત કરાયા જેમણે સમુદાય વિકાસ અને ઉદ્યોગસાહસિકતામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. નવું નેતૃત્વ અને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ આ સમારોહમાં વર્તમાન અધ્યક્ષ શિવાની પી. પટેલે નેતૃત્વની જવાબદારી સ્મિતા જાટિયાને સોંપી હતી. સ્મિતા જાટિયા હવે નવી કાર્યકારી સમિતિ સાથે FLO વડોદરાના દ્રષ્ટિકોણને આગળ ધપાવશે. આ ઉપરાંત, નેહા પટેલ સિનિયર ચેરપર્સન તરીકે અને બિનિતિ ત્રિવેદી વાઈસ ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળશે. નોંધનીય છે કે, આ સમારોહ સાથે FLO વડોદરાએ તેના ગૌરવશાળી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્ષ દરમિયાન થયેલી કામગીરીના આંકડાકીય લેખાજોખા 'ઊર્જાવાન, પ્રકાશમય અને સમાવેશક' થીમ હેઠળ FLO વડોદરાએ વિતેલા વર્ષમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે, જેની વિગતો નીચે મુજબ છે: 8,700 થી વધુ યુવા મહિલાઓને ડિજિટલ સાક્ષરતાનો લાભ મળ્યો. 1,700 થી વધુ મહિલાઓને કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી તાલીમ અપાઈ. 3,600 થી વધુ મહિલાઓ સુધી 'FLO કવચ' હેઠળ આરોગ્ય જાગૃતિ પહોંચાડવામાં આવી. 8,800 થી વધુ વિદ્યાર્થીઓને STEM (વિજ્ઞાન અને ટેકનોલોજી) શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાયા. પર્યાવરણ સુરક્ષા માટે 7,200 વૃક્ષોનું વાવેતર અને 1,900 કિલોગ્રામ ઈ-વેસ્ટનું રિસાયકલિંગ કરવામાં આવ્યું. પાવર એન્ડ પર્પઝ એવોર્ડ્સનું વિતરણ સમારોહમાં ડિજિટલ ઇન્ફ્લુએન્સ, સ્ટ્રેટેજિક એલાયન્સ, ગ્રીન લેગસી અને MSME એક્સેલન્સ જેવી વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. શિવાની પી. પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષ ખૂબ સંતોષકારક રહ્યું છે અને વિવિધ પહેલો દ્વારા અમે હજારો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શક્યા છીએ. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે સામૂહિક શક્તિ દ્વારા સમાજમાં મોટો બદલાવ લાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ પાલિકામાં ₹1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ:લાઈટ-પાણી શાખામાં ઊંચા ભાવે ખરીદી, વિજિલન્સ તપાસની માંગ
    Next Article
    હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ઘાસમાં આગ:ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment