Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRનો પાટણમાં વિરોધ:કોંગ્રેસે સિદ્ધપુર ચોકડી પર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો, કાર્યકરોની અટકાયત

    10 hours ago

    ઉત્તરાખંડની ભાજપ સરકાર દ્વારા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલી રેલી સિદ્ધપુર ચોકડી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના તમામ તાલુકા અને શહેર પ્રમુખો, ચૂંટાયેલા સદસ્યો, વિવિધ સેલ તથા ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેનો, હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શનની શરૂઆત પાટણ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી થઈ હતી. કાર્યકરો અને આગેવાનોએ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પ્રયાણ કર્યું હતું. આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સિદ્ધપુર ચોકડી ખાતે પહોંચી હતી. સિદ્ધપુર ચોકડી પર મોટી સંખ્યામાં ભેગા થયેલા કોંગ્રી કાર્યકરોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં સ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોની સ્થળ પરથી અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી સામે FIR થતાં રાજકારણ ગરમાયું:વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિશાળ વિરોધ માર્ચ, ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર
    Next Article
    અસારવા-ઉદયપુર ટ્રેનને સુરત સુધી લંબાવવાની પ્રક્રિયા શરૂ:હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને પણ લાભ મળશે, જાણો સંભવિત સમયપત્રક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment