Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ઉદયપુર ટ્રેનને સુરત સુધી લંબાવવાની પ્રક્રિયા શરૂ:હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને પણ લાભ મળશે, જાણો સંભવિત સમયપત્રક

    9 hours ago

    અમદાવાદના અસારવા અને ઉદયપુર સિટી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે સુરત સુધી લંબાવવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. રેલવે બોર્ડ દ્વારા હાલની અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ (26963/26964)ને બંધ કરી એ જ રેકને સુરત-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ (26903/26904) તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન કઈ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં થઈ શકે છે. સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે મળતી વિગતો અનુસાર, સુરતથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:10 વાગ્યે સુરતથી ઉપડી સવારે 9:25 વાગ્યે અસારવા પહોંચશે. ત્યારબાદ ટ્રેન બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચે તેવી સંભાવના છે. પરત ફરતી વખતે ઉદયપુર સિટીથી ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉપડી, સાંજે 7:25 વાગ્યે અસારવા અને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચવાનું સંભવિત સમયપત્રક છે. હિંમતનગર સહિતના મુસાફરોને મોટો લાભ વંદે ભારતને સુરત સુધી લંબાવવામાં આવે તો સાબરકાંઠા-હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને પણ તેનો લાભ મળી શકે છે. અસારવા મારફતે મુસાફરોને આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા શહેરો સાથે વધુ સારી કનેક્ટિવિટી મળવાની શક્યતા છે. ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાત તરફ જતા મુસાફરો માટે આ વિસ્તરણ મહત્વપૂર્ણ બની શકે છે. દક્ષિણ ગુજરાતને ઉદયપુર સાથે સીધી કનેક્ટિવિટી હાલ અસારવા-ઉદયપુર વચ્ચે દોડતી આ વંદે ભારતને સુરત સુધી લંબાવવાથી દક્ષિણ ગુજરાતના મુસાફરોને ઉદયપુર સાથે સીધી રેલ કનેક્ટિવિટી મળી શકે છે. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાંથી ઉદયપુર જવા માટે વંદે ભારતની સીધી સુવિધા ઉપલબ્ધ થવાની શક્યતા છે. બીજી તરફ અસારવાથી ઉદયપુર જતાં મુસાફરો માટે પણ સેવા યથાવત રહે તેવી શક્યતા છે. સંભવિત સમયપત્રક સુરતથી ઉદયપુર સિટી સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે, 9:25 વાગ્યે અસારવા પહોંચશે અને ઉદયપુર સિટી સ્ટેશને બપોરે 1:40 વાગ્યે પહોંચશે. ઉદયપુર સિટીથી સુરત ઉદયપુર સિટીથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે, સાંજે 7:25 અસારવા પહોંચશે ને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે. સત્તાવાર જાહેરાત બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે હાલ ઉપરોક્ત સમયપત્રક સંભવિત છે. રેલવે દ્વારા અંતિમ સત્તાવાર સમયપત્રક અને ટ્રેન શરૂ કરવાની તારીખ જાહેર થયા બાદ જ મુસાફરોને ચોક્કસ માહિતી મળી શકશે. જો આ સેવા શરૂ થાય તો સુરત-ઉદયપુર ઉપરાંત હિંમતનગર સહિતના અનેક શહેરોના મુસાફરો માટે ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટીમાં વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRનો પાટણમાં વિરોધ:કોંગ્રેસે સિદ્ધપુર ચોકડી પર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો, કાર્યકરોની અટકાયત
    Next Article
    Punjab BJP Deletes AI Video Showing Bhagwant Mann Being Slapped

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment