Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી સામે FIR થતાં રાજકારણ ગરમાયું:વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિશાળ વિરોધ માર્ચ, ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર

    10 hours ago

    તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત દેશભરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ઉત્તરાખંડના હલ્દવાની શહેર કોતવાલી પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે ગુજરાતમાં પણ રાજકીય વિરોધના સુર તેજ બન્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાર્યવાહીને બંધારણીય મૂલ્યોનું ગંભીર અપમાન ગણાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ માર્ચ યોજવામાં આવી. ભાજપ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરાયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ અને સીનિયર નેતા અમિત ચાવડાની સુચના અનુસાર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશાળ વિરોધ માર્ચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રાજ્ય સરકાર તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બદલાની રાજનીતિ કરાતી હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતૃત્વએ આક્ષેપ કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે રાજ્યના પોલીસ તંત્રનો ખુલ્લેઆમ અને બેશરમ ઉપયોગ કરી રહી છે. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર, દેશમાં વધી રહેલા સામાજિક અન્યાય, જાતિ આધારિત ભેદભાવ અને દલિતો પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવનારા નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ એફઆઈઆર એ જ બદલાની રાજનીતિનું એક ઉદાહરણ છે. રાહુલ ગાંધી વિરુધ્ધ ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં જાતિવાદી વર્તન અને અન્યાય સામે બોલવાની હિંમત કરનાર સામે રાજ્યની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીને દબાણ ઊભું કરાય છે. કોંગ્રેસ પક્ષે આ બદલાની રાજનીતિની સખત શબ્દોમાં નિંદા કરી છે અને માંગ કરી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ખોટી કાર્યવાહી તાત્કાલિક પાછી ખેંચવામાં આવે તેમજ ઉત્તરાખંડમાં સાચો ગેરવર્તણૂક કરનારા ભાજપના દોષિત કાર્યકરો સામે તાત્કાલિક અને યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના સરદાર હાઈટ્સમાં શ્રાવણ સોમવારે આરતી:સર્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો
    Next Article
    રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી FIRનો પાટણમાં વિરોધ:કોંગ્રેસે સિદ્ધપુર ચોકડી પર સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો, કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment