Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ઘી બજારમાં FDCAના દરોડા:શંકાસ્પદ ઘી-વનસ્પતિના નમૂના લેવાયા, 9800 રૂપિયાનો જથ્થો જપ્ત; 3 પેઢીઓને અસ્વચ્છતા બદલ નોટિસ

    1 day ago

    પાટણ શહેરના ઘી કાંટા અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી ઘીની પેઢીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ લૂઝ ઘી અને વનસ્પતિના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 9,800ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક પેઢીમાં અસ્વચ્છતા અને જરૂરી રેકર્ડ ઉપલબ્ધ ન હોવાની બાબત પણ સામે આવી હતી. ત્રણ વેપારી પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાટણ FDCA વિભાગની ટીમે શહેરના મુખ્ય ઘી બજારમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ કામગીરીમાં ઘી કાંટા અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી ત્રણ વેપારી પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પેઢીઓમાંથી ઘી અને વનસ્પતિના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. એક પેઢીમાંથી રૂ. 9,800નો ઘીનો જથ્થો જપ્ત તપાસ દરમિયાન ઘાચી રમેશકુમાર રઘુભાઈની પેઢીમાંથી લૂઝ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી આશરે રૂ. 9,800ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મેસર્સ ગાંધી દિનેશકુમાર પૂનમચંદની પેઢીમાંથી લૂઝ વનસ્પતિનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે મેસર્સ પ્રકાશચંદ્ર પન્નાલાલની પેઢીમાંથી પણ લૂઝ ઘીનો નમૂનો એકત્ર કરવામાં આવ્યો હતો. અસ્વચ્છતા અને રેકર્ડના અભાવે સુધારણા નોટિસ મેસર્સ ગાંધી દિનેશકુમાર પૂનમચંદની પેઢીમાં તપાસ દરમિયાન અસ્વચ્છતા જોવા મળી હતી. સાથે જ જરૂરી રેકર્ડ પણ ઉપલબ્ધ ન હોવાથી તંત્ર દ્વારા પેઢીને સુધારણા નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રયોગશાળાના અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી FDCA વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો અહેવાલ આવ્યા બાદ તેમાં સામે આવતી વિગતોના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓ હેઠળ સંબંધિત પેઢીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે 550થી વધુ દીકરીઓને લ્હાણી આપી:નવરાત્રિ પર્વમાં 9 ગરબીઓમાં કપ-મગનું વિતરણ કરી ખુશીઓ વહેંચી
    Next Article
    વડગામના ગંગા મૈયા મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણાનો શખ્સ 50થી વધુ CCTV તપાસી ઝડપાયો, 2 હજાર રોકડા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment