Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડગામના ગંગા મૈયા મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણાનો શખ્સ 50થી વધુ CCTV તપાસી ઝડપાયો, 2 હજાર રોકડા મળ્યા

    1 day ago

    બનાસકાંઠાના વડગામ-મગરવાડા રોડ પર આવેલા ગંગા મૈયા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહેસાણાના સતલાસણા તાલુકાના વાવ ગામના એક વ્યક્તિને પકડી તેની પાસેથી ચોરીના 2 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ગત 15 ઓક્ટોબરે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ મંદિરમાં ઘૂસ્યો હતો. તેણે દરવાજાનું તાળું અને દાનપેટી તોડી આશરે 5 હજાર રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આ અંગે વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ચોરીના બનાવ બાદ બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ગુનો ઉકેલવા સૂચના આપી. LCB PI ડી.એમ. રાઠોડની ટીમે 50થી વધુ CCTV કેમેરા તપાસ્યા. જેમાં આરોપી ભોજકવાડી સામેના ચા-પાર્લર પાસે આવ્યો હોવાનો સૂરાગ મળ્યો. પોલીસે હ્યુમન સોર્સની મદદથી મહેસાણાના સતલાસણા તાલુકાના વાવ ગામના અરવિંદભાઈ દલાભાઈ ચૌધરી (રહે. વાવ, તા. સતલાસણા, જિ. મહેસાણા)ને પકડી પાડ્યો. આરોપીને વધુ તપાસ માટે વડગામ પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના ઘી બજારમાં FDCAના દરોડા:શંકાસ્પદ ઘી-વનસ્પતિના નમૂના લેવાયા, 9800 રૂપિયાનો જથ્થો જપ્ત; 3 પેઢીઓને અસ્વચ્છતા બદલ નોટિસ
    Next Article
    ભરૂચમાં 10 વર્ષના ગુમ બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો:બી ડિવિઝન પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી અંકલેશ્વર GIDCમાંથી બાળક હેમખેમ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment