Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 10 વર્ષના ગુમ બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો:બી ડિવિઝન પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી અંકલેશ્વર GIDCમાંથી બાળક હેમખેમ મળ્યો

    1 day ago

    ભરૂચ શહેરમાં ઘરેથી ગુમ થયેલા 10 વર્ષના બાળકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસની સતર્કતા, ઝડપી કામગીરી અને સંકલિત ટીમવર્કના કારણે બાળક અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી હેમખેમ મળી આવ્યો હતો. બાળકને સુરક્ષિત જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરેથી નીકળ્યા બાદ બાળક પરત ન ફરતાં પરિવાર ચિંતિત પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના મકતપુર વિસ્તારમાં બોરભાઠાબેટના નવી ફળિયામાં રહેતા સુરેશભાઈ દેવાસીનો 10 વર્ષીય પુત્ર લક્ષ્મણ 21 ઓક્ટોબરના રોજ સવારે આશરે 8થી 9:30 વાગ્યાની વચ્ચે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. લાંબા સમય સુધી બાળક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાળકનો પત્તો ન લાગતાં આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી તપાસ તેજ કરાઈ બાળક ગુમ થયાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ ભરૂચ શહેરનાં એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે બાળકની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોને સાથે રાખીને બનાવસ્થળ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર સ્થળો, અવાવરુ જગ્યાઓ તથા આસપાસનાં CCTV કેમેરાનાં ફૂટેજ પણ ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યાં હતાં. અંકલેશ્વર GIDCમાં સાઇકલ પર ફરતો હોવાની મળી માહિતી તપાસ દરમિયાન ગુમ થયેલો બાળક અંકલેશ્વર GIDC વિસ્તારમાં સાઇકલ લઈને ફરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ડાંગર અને સર્વેલન્સ ટીમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી પોલીસે બાળક સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા હતા. ગણેશ પાર્ક સોસાયટી પાસેથી બાળક હેમખેમ મળ્યો પોલીસની સતત શોધખોળ દરમિયાન અંકલેશ્વર GIDCના યોગી એસ્ટેટ રોડ પર ગણેશ પાર્ક સોસાયટીની બાજુમાંથી 10 વર્ષીય લક્ષ્મણ મળી આવ્યો હતો. પોલીસે બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો હતો. લાંબા સમયથી ચિંતિત પરિવારજનો બાળકને હેમખેમ જોઈ રાહત અનુભવી હતી. પોલીસની સમયસરની કામગીરીથી પરિવારને તેમનો બાળક પરત મળતાં ખુશીનો માહોલ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વડગામના ગંગા મૈયા મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણાનો શખ્સ 50થી વધુ CCTV તપાસી ઝડપાયો, 2 હજાર રોકડા મળ્યા
    Next Article
    IIA સેન્ટર દ્વારા ‘રંગ રાસ ’26’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ:માનસરોવર ફાર્મ ખાતે આર્કિટેક્ટ્સે પરંપરાગત ગરબા રમવાનો આનંદ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment