Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે 550થી વધુ દીકરીઓને લ્હાણી આપી:નવરાત્રિ પર્વમાં 9 ગરબીઓમાં કપ-મગનું વિતરણ કરી ખુશીઓ વહેંચી

    1 day ago

    મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે નવરાત્રિ પર્વ દરમિયાન 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ કર્યું. આ ગ્રુપ દર વર્ષે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ વર્ષે ગ્રુપની બહેનોએ મોરબીની 9 ગરબીઓમાં જઈને દીકરીઓને કપ-મગની લ્હાણી આપી. દીકરીઓ સાથે ખુશીઓ વહેંચવા અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું. રાધા પાર્ક, સુમતીનાથ સોસાયટી, નીલકંઠ ગરબી મંડળ સહિતના વિવિધ સ્થળોએ દીકરીઓને લ્હાણી અપાઈ. આ સેવાકાર્યમાં ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જીજ્ઞાશાબેન ગોસ્વામી, ચેતનાબેન પટેલ, રેખાબેન કૈલા, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, દર્શનાબેન જોષી, નીલાબેન ચૌહાણ, નિર્મલાબેન હડિયલ, નૈમિષાબેન જોષી, રીનાબેન ધામેચા અને ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતની બહેનો જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    24 ઓક્ટોબરથી અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 11મી આવૃત્તિ યોજાશે:7 દેશોના વક્તાઓ, દિગ્ગજ લેખકો અને ફિલ્મસર્જકો સંવાદમાં જોડાશે
    Next Article
    પાટણના ઘી બજારમાં FDCAના દરોડા:શંકાસ્પદ ઘી-વનસ્પતિના નમૂના લેવાયા, 9800 રૂપિયાનો જથ્થો જપ્ત; 3 પેઢીઓને અસ્વચ્છતા બદલ નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment