Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં તેલ રિપેકિંગ યુનિટનું લાઇસન્સ સસ્પેન્ડ:જૂના ટીનના ઉપયોગ અને ગંદકી બદલ FDCAની કાર્યવાહી; 1.60 લાખ રૂપિયાનો 1075 કિલો તેલનો જથ્થો જપ્ત

    15 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ખાદ્યતેલ રિપેકિંગ યુનિટમાં ગંભીર અસ્વચ્છતા અને બેદરકારી જોવા મળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા પેઢીનું લાઈસન્સ મોકૂફ કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન તંત્ર દ્વારા ₹1.60 લાખની કિંમતનો આશરે 1075 કિલો તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે સ્થળ પરથી તેલના શંકાસ્પદ નમૂના મેળવીને વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તપાસમાં સામે આવી ગંભીર બેદરકારી રાધનપુર જીઆઈડીસી સ્થિત દેવી કૃપા પ્રોટીન્સ નામના યુનિટમાં પાટણ એફડીસીએની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. નિતેશ મહેશ્વરી સંચાલિત આ પેઢીમાં તપાસ દરમિયાન પ્લાન્ટ પરિસરમાં અત્યંત ગંદકી, પક્ષીઓના માળા અને કરોળિયાના જાળા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખાદ્યતેલના પેકિંગ માટે અગાઉ વપરાયેલા જૂના 15 કિલોના ટીનનો પુનઃઉપયોગ થતો હોવાનું બહાર આવતાં ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે. શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ખાદ્યતેલના કુલ 3 નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં સોયાબીન તેલના 2 અને સીંગતેલના 1 નમૂનાનો સમાવેશ થાય છે. આ તમામ સેમ્પલને વધુ પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદાકીય જોગવાઈ મુજબ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન ન કરવા બદલ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની શક્યતાને ધ્યાને રાખીને અધિકારીઓએ ત્વરિત પગલાં ભર્યાં હતાં. સ્થળ પર રહેલો ₹1.60 લાખની કિંમતનો 1075 કિલોગ્રામ તેલનો જથ્થો સીલ કરીને જપ્ત કરવામાં આવ્યો હતો અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઝુંબેશથી ભેળસેળિયા અને અસ્વચ્છ વેપારીઓમાં ફાળચો વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    કપરાડા લાંચ કેસમાં બે પોલીસકર્મીને 3 વર્ષની કેદ:તત્કાલીન PSI અને હેડ કોન્સ્ટેબલને દંડ પણ ફટકારાયો
    Next Article
    ગુજરાતના કર્મચારીઓને દિવાળી પહેલા મળી શકે ભેટ:કેન્દ્ર અને રાજસ્થાન બાદ ગુજરાત સરકાર 3 ટકા મોંઘવારી ભથ્થું વધારે તેવી શક્યતા, નાણામંત્રી વિદેશ પ્રવાસથી પરત ફર્યાં બાદ નિર્ણય લેવાય શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment