Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડા લાંચ કેસમાં બે પોલીસકર્મીને 3 વર્ષની કેદ:તત્કાલીન PSI અને હેડ કોન્સ્ટેબલને દંડ પણ ફટકારાયો

    14 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનના ₹60,000 ની લાંચના કેસમાં ધરમપુરની સ્પેશિયલ એસીબી કોર્ટે તત્કાલીન પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને દોષિત ઠેરવ્યા છે. સ્પેશિયલ જજે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આદેશ આપીને બંને આરોપીઓને 3 વર્ષની સાદી કેદ અને દંડની સજા ફટકારી છે. ટેમ્પો માલિકને જેલમાં પૂરવાની ધમકી આપીને નાણાં માગવાના ગુનામાં અદાલતે આ મજબૂત ચુકાદો આપ્યો છે. દારૂના ગુનામાં વાહન પકડાતાં લાંચની માગણી નવેમ્બર 2012 માં ફરિયાદી અરુણભાઈ વજીરિયાનો વેચેલો ટેમ્પો કપરાડા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ગુનામાં પકડાયો હતો. આ અંગે તત્કાલીન હેડ કોન્સ્ટેબલ ભૂપતસિંહ સોલંકીએ ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ફરિયાદીએ ટેમ્પો અગાઉથી વેચી દીધો હોવાનું જણાવવા છતાં, તત્કાલીન પીએસઆઈ અબ્દુલ મજીદ નાબદોએ તેમને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી અને કેસમાંથી મુક્તિ અપાવવા લાંચની માગણી કરી હતી. ₹60,000 માં નક્કી થયેલો વ્યવહાર પોલીસ અધિકારીઓ દ્વારા શરૂઆતમાં ₹80,000 ની લાંચ માગવામાં આવી હતી, પરંતુ ફરિયાદીની વિનંતી બાદ આખરે ₹60,000 આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ત્વરિત વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તુરંત છટકું ગોઠવીને આગળની તપાસ હાથ ધરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપ્યા ગત 27 નવેમ્બર, 2012 ના રોજ એસીબીની ટીમે સફળ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સોલંકીએ પીએસઆઈ નાબદોની સૂચનાથી અને તેમની સાથે ફોન પર વાતચીત કર્યા બાદ લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે ગુપ્ત રીતે તૈનાત એસીબીની ટીમે દરોડો પાડીને તેમને ઘટનાસ્થળેથી જ રંગેહાથ ઝડપી લીધા હતા અને જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. જુબાની અને પુરાવાના કોર્ટે ગ્રાહ્ય રાખ્યા કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ મજબૂત દલીલો અને પુરાવા અદાલતમાં રજૂ કર્યા હતા. ઓડિયો-વિડિયો પુરાવા ઉપલબ્ધ ન હોવા છતાં, અદાલતે ફરિયાદી, સરકારી પંચો અને ટ્રેપિંગ અધિકારીની સાતત્યપૂર્ણ જુબાનીને ગ્રાહ્ય રાખી હતી. આ તમામ આધારભૂત વિગતોના મૂલ્યાંકન બાદ સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવીને કડક સજાનો હુકમ સંભળાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટનાં રડારમાં ચૂંટણીપંચ:એક પછી એક પત્તાં ખૂલવાનું શરૂ, ચાર ફોર્મ-ચાર સવાલ અને પંચની બોલતી બંધ, જ્ઞાનેશકુમાર પર બરાબર ગાળિયો કસાયો
    Next Article
    રાધનપુરમાં તેલ રિપેકિંગ યુનિટનું લાઇસન્સ સસ્પેન્ડ:જૂના ટીનના ઉપયોગ અને ગંદકી બદલ FDCAની કાર્યવાહી; 1.60 લાખ રૂપિયાનો 1075 કિલો તેલનો જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment