Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક:પર્સનલ ફોટા અને ડોક્યુમેન્ટ્સ ઇરાની હેકર્સે લીક કર્યા; ગુજરાતમાં રહેલાં બેંક અકાઉન્ટને લઈને પ્રશ્નાર્થ

    19 hours ago

    મિડલ ઈસ્ટ વોર ચાલુ છે. આ દરમિયાન સમાચાર છે કે FBI ડાયરેક્ટર કાશ પટેલનું પર્સનલ ઇમેઇલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. FBI ડાયરેક્ટરના ઇમેઇલ એકાઉન્ટ હેક કરવાનો આ દાવો ઈરાનના હેકર ગ્રુપે કર્યો છે. પરંતુ અત્યાર સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી. આ દાવા પછી અમેરિકી એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે અને મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. સાથે જ, કાશ પટેલના ગુજરાતમાં એક ખાનગી બેંકમાં રહેલા એકાઉન્ટને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર FBI ડાયરેક્ટર કાશ પટેલના અનેક પર્સનલ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરો હેક્ટિવિસ્ટ ગ્રુપ 'Handala Hack'એ જાહેર કરી છે. ટેલિગ્રામ અને Handala Hack એ પોતાની વેબસાઇટ્સ દ્વારા કાશ પટેલના પર્સનલ ડોક્યુમેન્ટ્સ અને ફોટા લીક કરવાનો દાવો કર્યો છે. જેમાં તેઓ એક એન્ટિક સ્પોર્ટ્સ કારની બાજુમાં ઉભેલા અને અન્ય એક ફોટામાં તેમના મોઢામાં સિગાર હોય તેવું દેખાય છે. આ જૂથે એમ પણ કહ્યું હતું કે તે પટેલના એકાઉન્ટમાંથી ઈમેઈલ અને અન્ય દસ્તાવેજો ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આમાંના ઘણા રેકોર્ડ્સ 10 વર્ષથી વધુ સમય પહેલાની તેમની વ્યક્તિગત મુસાફરી અને વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. રિપોર્ટ્સ અનુસાર, 'હંડાલા હેક ટીમ' નામના એક ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે. તેને પ્રો-પેલેસ્ટાઈની હેકિંગ ગ્રુપ માનવામાં આવે છે. હેકર્સ દ્વારા ઓનલાઇન કેટલીક તસવીરો અને ઇમેઇલ સંબંધિત દસ્તાવેજો પણ શેર કરવામાં આવ્યા છે અને દાવો કર્યો છે કે તેઓએ કાશ પટેલના પર્સનલ મેઇલબોક્સ સુધી પહોંચ બનાવી લીધી હતી. અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)ના એક અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે જે ડેટા ઓનલાઇન સામે આવ્યો છે, તે અસલી જેવો દેખાય છે. ત્યારબાદ આ સાયબર એટેકની ગંભીરતા વધુ વધી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઇમેઇલ એકાઉન્ટ એક પર્સનલ Gmail આઈડી હતું, જેમાં 2010 થી 2019 સુધીના ઇમેઇલ્સ હતા. આ ઇમેઇલ્સમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારની વાતચીત સામેલ હોવાનું કહેવાય છે. જોકે, અત્યાર સુધી FBI તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ભારતની એક ખાનગી બેંકમાં રહેલા એકાઉન્ટને લઈને ચિંતા ચોરાયેલા દસ્તાવેજોમાં પટેલના ભારતની એક ખાનગી બેંકમાં રહેલા NRE (Non-Resident External) એકાઉન્ટ અને સ્ટેટમેન્ટ્સ તેમજ ટેક્સ રિટર્ન હોવાનું પણ વિશ્લેષણમાં બહાર આવ્યું છે. અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી (FBI)ના ડાયરેક્ટર હોવાને કારણે તેમની સુરક્ષા અત્યંત કડક હોય છે. પરંતુ તેમના પર્સનલ જીમેઈલ દ્વારા તેમના ભારત (ખાસ કરીને ગુજરાત)માં રહેલા બેંક એકાઉન્ટ્સ અને નાણાકીય રોકાણોની વિગતો સાર્વજનિક થવી એ સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવે છે. FBI અને અમેરિકી ન્યાય વિભાગ (DOJ) ની પ્રતિક્રિયા: FBI આ હેકિંગની ઘટનાને સત્તાવાર રીતે સ્વીકારી છે પરંતુ તેને 'ગંભીર જોખમ' માનવાનો ઇનકાર કર્યો છે 2. ભારત સરકાર અને બેંકની પ્રતિક્રિયા: ભારત સરકાર તરફથી આ લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર રાજદ્વારી નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, આંતરિક સૂત્રો મુજબ પરિસ્થિતિ કંઈક આવી છે: 3. હેકર્સનો દાવો: હેકર્સે તેમની વેબસાઈટ પર લખ્યું છે કે, "દુનિયાએ ફરી એકવાર અમેરિકાની કહેવાતી સુરક્ષા દંતકથાઓનું પતન જોયું છે. FBI ના 'અભેદ્ય' ગણાતા તંત્રોને અમારી ટીમે થોડા જ કલાકોમાં ઘૂંટણિયે લાવી દીધા છે."
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધમાં હવે હુતી વિદ્રોહીઓ પણ સામેલ:ઇઝરાયલ પર 2000 કિમી દૂરથી બેલેસ્ટિક મિસાઈલ છોડી; UAE માં મિસાઈલ હુમલો, 5 ભારતીયો ઘાયલ
    Next Article
    પીએમ મોદી નોઈડા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે:એશિયાનું સૌથી મોટું એરપોર્ટ; CM યોગીએ કહ્યું- આ યુપીના વિકાસનો રનવે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment