Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન યુદ્ધમાં હવે હુતી વિદ્રોહીઓ પણ સામેલ:ઇઝરાયલ પર 2000 કિમી દૂરથી બેલેસ્ટિક મિસાઈલ છોડી; UAE માં મિસાઈલ હુમલો, 5 ભારતીયો ઘાયલ

    22 hours ago

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધના 28 દિવસ પછી હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસાર, યમનમાં હાજર ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ લગભગ 2000 કિલોમીટર દૂર ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઈલ છોડી. ઈઝરાયલી સેના અનુસાર, મિસાઈલ લોન્ચની જાણ થતા જ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી અને ખતરાને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો. આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. વર્તમાન યુદ્ધ દરમિયાન યમનથી ઈઝરાયલ પર આ પહેલો હુમલો માનવામાં આવી રહ્યો છે. હુતીએ આ પહેલા ગાઝા યુદ્ધ શરૂ થયા પછી નવેમ્બર 2023માં ઈઝરાયલ અને દરિયાઈ જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે પણ તેમના પર જવાબી હુમલા કર્યા હતા. જોકે ઓક્ટોબર 2025માં હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા પછી હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર હુમલા રોકી દીધા હતા. જ્યારે, UAEમાં ઇન્ટરસેપ્ટ કરાયેલી બેલિસ્ટિક મિસાઈલોના કાટમાળ પડવાથી પાંચ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. તેમાંથી 2ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    TV Newsance 338: Dhurandhar 2 just did a surgical strike on Lashkar-e-Noida 
    Next Article
    FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક:પર્સનલ ફોટા અને ડોક્યુમેન્ટ્સ ઇરાની હેકર્સે લીક કર્યા; ગુજરાતમાં રહેલાં બેંક અકાઉન્ટને લઈને પ્રશ્નાર્થ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment