Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ નગરપાલિકા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે મતદાન, EVM વિતરણ થયું; 96 મથકો પર ચુસ્ત બંદોબસ્ત

    2 days ago

    બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે, ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડમાં ૯૬ મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે ૧૧ રૂટ નક્કી કરીને દરેક રૂટ પર બસો દ્વારા ટીમોને બુથ સુધી રવાના કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૫૮૦ જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ૧૧ ઝોનલ અને ૧૧ મદદનીશ ઝોનલ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર છાંયો માટે મંડપ અને પીવાના પાણીની સુવિધા ગોઠવવામાં આવી છે. મતદારોની તાત્કાલિક સારવાર માટે દરેક વિસ્તારમાં મેડિકલ મોબાઇલ વાન પણ ફરતી રહેશે. સુરક્ષા દ્રષ્ટિએ બોટાદ નગરપાલિકાના ૧૫ સંવેદનશીલ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના બાજવામાં તસ્કરોએ 5 દુકાનોને નિશાન બનાવી:એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં રોષ, બાઇકની પણ ચોરી થઈ, ઘટના CCTVમાં કેદ
    Next Article
    રાજકોટ જિલ્લામાં કાલે જામશે ચૂંટણી જંગ:81 બિલ્ડિંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 2 ASP, 4 DYSP સહીત 2600થી વધુ પોલીસ 180 બોડી વોર્ન કેમેરા અને 7 ડ્રોન સાથે બંદોબસ્તમાં જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment