Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના બાજવામાં તસ્કરોએ 5 દુકાનોને નિશાન બનાવી:એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં રોષ, બાઇકની પણ ચોરી થઈ, ઘટના CCTVમાં કેદ

    2 days ago

    વડોદરા નજીક બાજવાના ગાંધી રોડ પર એકસાથે 5 દુકાનોના શટર તૂટવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત એક બાઈકની પણ ચોરી થઈ છે. કુલ 53 હજારના મુદ્દામાલની ચોરી થઈ છે, સીસીટીવીમાં બે તસ્કરો કેદ થઈ ગયા હતા. જેને પગલે આ મામલે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે પોલીસે સીસીટીવીની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા નજીક કરોડીયા રોડ પર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય સચીન જુગલકિશોર કેલાએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ બાજવા ખાતે ગાંધી રોડ પર “સચીન ટ્રેડર્સ” નામની અનાજ-કિરાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને દુકાન પર બે મજૂરો પણ રાખેલા છે. રોજની જેમ તા. 22 એપ્રિલના રોજ રાત્રે આશરે 9 વાગ્યે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા. ત્યારબાદ તા. 23 એપ્રિલના રોજ રાત્રે હોમગાર્ડ જવાન દ્વારા ફોન પર જાણ કરવામાં આવી કે, દુકાનનું શટર ખુલ્લું છે. માહિતી મળતા તેઓ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચતા દુકાનનું શટર અડધું ખુલ્લું જોવા મળ્યું હતું અને લગાવવામાં આવેલા બે તાળામાંથી એક તાળું તૂટેલું હતું. દુકાનની અંદર તપાસ કરતાં ટેબલના ખાનામાં રાખેલા આશરે રૂ. 5,000 રોકડા ગુમ થયેલા જણાયા હતા, તેમજ દુકાનનો સામાન વિખેરાયેલો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસની અન્ય દુકાનોના માલિકો પણ ત્યાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મયુરભાઈ લક્ષ્મણભાઈ નરસિંધાણીની “ઘનલક્ષ્મી જનરલ સ્ટોર્સ”માંથી આશરે રૂ. 2,000ની પરચુરણ રોકડ, વિરેન્દ્ર સારંગભાઈ શારદાની “નરેશ પ્રોવિઝન સ્ટોર્સ”માંથી ગરમ મસાલાની ચાર બરણી(કિંમત આશરે રૂ. 1,200), રાજુભાઈ ઘનશ્યામભાઈ શારદાની “પરમેશ્વર પ્રોવિઝન સ્ટોર્સ”માંથી આશરે રૂ. 10,000ની રોકડ તથા ગિરીષ અર્જુનભાઈ રાઠીની “ચામુંડા ટ્રેડર્સ”માંથી આશરે રૂ. 300ની પરચુરણ રોકડની ચોરી થયેલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, સચીન કેલાના મિત્ર અશોક રાજમલ શાહની બાજવા સ્થિત રવી ટોકીઝ પાસે પાર્ક કરેલી બાઇકની પણ ચોરી થઈ હતી. આ બનાવ અંગે ફરીયાદી દ્વારા આસપાસ શોધખોળ અને પૂછપરછ કરવામાં આવી હતી, છતાં કોઈ પત્તો ન લાગતા અંતે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ કોંગ્રેસે 18-20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આગલા દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી
    Next Article
    બોટાદ નગરપાલિકા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે મતદાન, EVM વિતરણ થયું; 96 મથકો પર ચુસ્ત બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment