Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં કાલે જામશે ચૂંટણી જંગ:81 બિલ્ડિંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 2 ASP, 4 DYSP સહીત 2600થી વધુ પોલીસ 180 બોડી વોર્ન કેમેરા અને 7 ડ્રોન સાથે બંદોબસ્તમાં જોડાશે

    2 days ago

    રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આવતીકાલે 647 બિલ્ડિંગમાં કુલ 1072 બુથ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે જે પૈકી 81 બિલ્ડીંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 159 બિલ્ડિંગના 305 બુથ સંવેદનશીલ દર્શાવવામાં આવ્યા છે ત્યારે આ તમામ જગ્યા પર શાંતિપૂર્ણ માહોલમાં ચિત્તની યોજાઈ તે માટે ખાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, આવતીકાલે ચૂંટણી માટે રાજકોટ જિલ્લામાં 2 ASP, 4 DYSP, 29 PI, 57 PSI અને 1154 પોલીસ કર્મચારી, 1292 હોમગાર્ડ જવાનો, અને 56 SRP સહીત 2616 પોલીસ અધિકારી કર્મચારી ચૂંટણી બંદોબસ્તમાં ખડેપગે રહેશે. ​આ વખતની ચૂંટણી સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આકાશ અને જમીન એમ બંને સ્તરે ચાંપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને 7 હાઈ-ટેક ડ્રોન દ્વારા સમગ્ર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોનું આકાશમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની ૮ સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સની પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને ખાસ 65 મોબાઈલ સેક્ટર દ્વારા સતત જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવશે જે આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, 180 જેટલા પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે, જેથી બુથ પર થતી દરેક પ્રવૃત્તિનું જીવંત રેકોર્ડિંગ થઈ શકે અને પારદર્શિતા જળવાઈ રહે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની વિશેષ ટીમ બાજ નજર રાખી રહી છે જેથી કોઈ પણ અફવા કે ઉશ્કેરણીજનક સંદેશાઓ ફેલાતા રોકી શકાય. 1 એપ્રિલથી 24 એપ્રિલ સુધી દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો સામે 'લાલ આંખ' કરી અત્યાર સુધીમાં 10 જેટલા નામચીન શખ્સો સામે પાસા હેઠળ અને 21 શખ્સો સામે તડીપાર કરી કાર્યવાહી કરવામાં આવ્યા છે. પાસા હેઠળ 10 શખ્સોને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 8596 સ્થાનિક માથાભારે શખ્સો સામે અટકાયતી પગલાં ભરી તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. આમ રાજકોટ ગ્રામ્ય પોલીસના આ ચુસ્ત આયોજનને પગલે નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકશે તેવો વિશ્વાસ પોલીસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ નગરપાલિકા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે મતદાન, EVM વિતરણ થયું; 96 મથકો પર ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    ચંદ્રુમાણામાં નાથબાઈ માતાની રમેલ યોજાઈ:બહારવટિયા સામે લડતા શહીદ થયેલા માતાજી શક્તિ સ્વરૂપે પૂજન કરાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment