Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં નાથબાઈ માતાની રમેલ યોજાઈ:બહારવટિયા સામે લડતા શહીદ થયેલા માતાજી શક્તિ સ્વરૂપે પૂજન કરાય છે

    2 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ક્ષત્રિય દરબાર પરિવારો દ્વારા શ્રી સતી માતા નાથબાઈ માતાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા શક્તિ ઉપાસકોએ માતાજીની ગાદી પરથી ગ્રામજનો અને ક્ષત્રિય પરિવારોને કુશળ મંગળના આશીર્વાદ પાઠવ્યા હતા. ચંદ્રુમાણા ગામમાં વસવાટ કરતા સમસ્ત પરમાર, રાઠોડ, જાડેજા, ચાવડા અને રાજપૂત પરિવારો દ્વારા આ રમેલનો માંડવો રોપવામાં આવ્યો હતો. માતાજીના ઉપાસકો સનાજી દરબાર, ગલાબજી પરમાર, સુજલ ચાવડા, મહેન્દ્રસિંહ સોલંકી, ભોગીલાલ પ્રજાપતિ, મફાભાઈ ખટાણા, વાઘુભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ, કાંતિભાઈ દરજી, ભરત પટેલ, રમેશભાઈ કંબોઈ, હઠાજી વાઘેલા (કંબોઈ) અને નિલેશભાઈ રામપુરા સહિત અન્ય શક્તિ ઉપાસકોએ દેવી શક્તિનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે દરેક કુવાસીઓને પ્રતિક ભેટ આપવામાં આવી હતી અને શક્તિ ઉપાસકોનો પણ આદર સત્કાર કરવામાં આવ્યો હતો. શ્રી નાથબાઈ માતા એક ક્ષત્રિય વીરાંગના હતા, જેઓ વર્ષો અગાઉ બહારવટિયાઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતા. તેઓ ગામમાં સતી માતા અને લોકદેવી તરીકે પૂજાય છે. ગામના પ્રજાપતિ પરિવારે તેમને બહેન બનાવ્યા હોવાથી પ્રજાપતિ વાસમાં પણ માતાજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત, પીપળાવાસમાં પણ માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લામાં કાલે જામશે ચૂંટણી જંગ:81 બિલ્ડિંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 2 ASP, 4 DYSP સહીત 2600થી વધુ પોલીસ 180 બોડી વોર્ન કેમેરા અને 7 ડ્રોન સાથે બંદોબસ્તમાં જોડાશે
    Next Article
    Anand Sthanik Swaraj Election 2026 | આણંદમાં મતદાન મથકો પર તૈયારીઓને આખરી ઓપ અપાયો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment