Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં EVM નિદર્શન દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ:6 વોર્ડના 48 મતદાન મથકો પર 6 ટીમો નિદર્શન કરી રહી છે

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે છે. આજે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં EVM નિદર્શન યોજાયું હતું. હિંમતનગર નગરપાલિકાના 6 વોર્ડમાં અલગ અલગ વાહનોમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથક વિસ્તારોમાં EVM નિદર્શન કરવામાં આવ્યું. ગુરુવારે, નગરપાલિકાના કુલ 11 વોર્ડના 88 મતદાન મથક વિસ્તારો પૈકી વોર્ડ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11ના 48 મતદાન મથક વિસ્તારોમાં 6 ટીમો EVM નિદર્શન માટે નીકળી હતી. આ કાર્યક્રમમાં મતદારોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. આ નિદર્શનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય. મતદારોએ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સબરીમાલા કેસ: જસ્ટિસ નાગરત્ના બોલ્યા- વોટ્સેએપ યુનિવર્સિટીમાંથી માહિતી નથી જોઈતી:થરૂરના લેખના ઉલ્લેખ પર CJIએ કહ્યું- લેખ વ્યક્તિગત અભિપ્રાય છે
    Next Article
    રાજકોટમાં 2255 બુથ પર 19.42 લાખ મતદારો:મનપા, તાલુકા - જિલ્લા પંચાયત, ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 814 સંવેદનશીલ, 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો : વેબ સાઇટ -QR કોડ લોન્ચ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment