Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 2255 બુથ પર 19.42 લાખ મતદારો:મનપા, તાલુકા - જિલ્લા પંચાયત, ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 814 સંવેદનશીલ, 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો : વેબ સાઇટ -QR કોડ લોન્ચ કરાયા

    11 hours ago

    રાજકોટ જિલ્લામાં 2255 મતદાન મથકો પરથી 19,42,527 મતદારો મતદાન કરવાના છે. જેમાં 814 સંવેદનશીલ મતદાન મથકો તો 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. બોગસ વોટીંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ઉનાળાના આકરા તાપને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો ઉપર પીવાનું પાણી, ORS કીટ, છાંયડો, રેમ્પ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લાના તમામ EVM મતદાન માટે તૈયાર છે. 26 મીએ મતદાન મથકો પરથી EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવશે. મતદારોએ 4 ઉમેદવારોને મત આપ્યા બાદ છેલ્લે પીળું બટન દબાવતા મતદારોનો મત રજીસ્ટર થશે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્કેનર જાહેર કરવામાં આવ્યું છે. જે સ્કેન કરતા બાદ EPIC નંબર નાખ્યા બાદ સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઈટ ખુલશે અને મતદાર પોતાની તમામ વિગતો જોઈ શકશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતુ કે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અહીં 5,10,086 પુરુષ અને 4,75,848 મહિલા મતદારો છે. આ ઉપરાંત અન્ય 18 સહિત 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948 નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. તેમણે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં 151 પોસ્ટલ બેલેટ યુનિટનો ઉપયોગ થશે. જેમાં ચૂંટણી ફરજ પરના 1480 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. મહાનગરપાલિકામાં 506 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. ચૂંટણી દરમિયાન 425 વાહનોનો ઉપયોગ થશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 1106 બુથ પર 109 ઉમેદવારો છે. જ્યારે તાલુકા પંચાયતની 202 સીટ ઉપર 595 હરીફ ઉમેદવારો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં 5,01,683 પુરુષ અને 4,54,890 સ્ત્રી મતદારો છે. આ ઉપરાંત અન્ય 2 મળી 9,56,575 મતદારો મતદાન કરવાના છે. જ્યાં 8480 નો સ્ટાફ ફરજ પર હશે. અહીં 8 ક્લાસ 1 કક્ષાના અને 22 ક્લાસ 2 કક્ષાના અધિકારી ફરજ બજાવશે. તાલુકા પંચાયતમાં ચાર બેઠક બિનહરીફ થઈ છે. જ્યાં 283 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે 179 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડ છે. જ્યાં 44 બેઠકો પર મતદાન છે. જોકે 20 સીટ બિનહરીફ થતા 24 સીટ પર મતદાન થશે. જેમાં 46 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. અહીં 42,235 પુરુષ અને 39,230 મહિલા મતદારો છે. અન્ય 6 મળી 81,471 મતદારો છે. અહીં વોર્ડ 1,6,9 અને 11 સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ ચૂક્યો છે. અહીં 25 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. રાજકોટ જિલ્લામાં 585 સર્વિસ વોટર્સ અને 3586 ચૂંટણી ફરજ પરના અધિકારીઓ પોસ્ટલ બેલેટનો યુઝ કરવાના છે. આચાર સંહિતાને લઈને અમુક ફરિયાદો આવેલી છે જેમાં રાજકોટ તાલુકા પંચાયતમાં 2, રાજકોટ મહાનગરપાલિકામાં 1 અને આચાર સંહિતાની આઠ એમ કુલ 9 ફરિયાદોનું થયેલી છે જ્યારે ગોંડલ નગરપાલિકામાં આચારસંહિતા ભંગની 1 ફરિયાદ નોંધાય છે. જેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. પ્રકાશના હસ્તે બૂથ લોકેટર વેબસાઈટ તથા ક્યુ. આર. કોડ લોન્ચ કરાયા રાજકોટ મહાનગર પાલિકાની 26મીએ થનારી ચૂંટણી વખતે નાગરિકોને પોતાનું મતદાન મથક શોધવામાં સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ વિશેષ બૂથ લોકેટર વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ તેમજ વિશેષ બે ક્યુ.આર. કોડનું આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછાર તથા બી.એલ.ઓ. જયદીપ ત્રિવેદીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, https://rmc-election.jrtrivedi.in/ વેબસાઈટ બૂથ લેવલ ઓફિસર જયદીપભાઈ ત્રિવેદી દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં મતદારોને પોતાનું મતદાન મથક શોધવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને અત્યંત ઝડપી અને કાર્યક્ષમ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા મતદારો પોતાના મોબાઈલનું ગૂગલ લોકેશન ઓન રાખીને સીધા જ પોતાના બૂથ સુધી પહોંચી શકશે. ચૂંટણી તંત્ર દ્વારા બે અલગ-અલગ ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યા છે: (1) સ્ટેટ ઇલેક્શન કમિશનનો ક્યુઆર કોડ: આ કોડ સ્કેન કરીને મતદારો પોતાનો એપિક (EPIC) નંબર અથવા નામની એન્ટ્રી કરીને પોતાનો વોર્ડ નંબર, પોલિંગ બૂથ નંબર અને સીરીયલ નંબર જાણી શકશે. આ વેબસાઈટ પર ફેમિલી ડિટેલ્સ પણ ઉપલબ્ધ છે, જેથી એક જ પરિવારના અન્ય સભ્યોની વિગત પણ સરળતાથી મળી રહેશે. (2) ડિસ્ટ્રિક્ટ બીએલઓ દ્વારા તૈયાર ક્યુઆર કોડ: આ કોડ મતદારોને તેમના મતદાન મથકના ચોક્કસ ભૌગોલિક લોકેશન સુધી પહોંચવામાં મદદરૂપ થશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરી કોઈ પણ અગવડ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલને રવિવાર મતદાન થનાર છે, ત્યારે તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી. રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા રાજકોટ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂપે વિવિધ તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિવિસિંગ તથા કાઉન્ટિંગ સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પરથી ઈવીએમની ફાળવણી, પરત સ્વીકારવાની પ્રક્રિયા અને મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજકોટ તાલુકામાં ત્રણેય કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસે થશે. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ સેન્ટર નક્કી કરાયું. પરંતુ તેની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ તથા રિસિવિંગની કામગીરી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતેતથી તથા મત ગણતરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. પડધરી તાલુકામાં ત્રણેય કામગીરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે થશે. ગોંડલ તાલુકામાં ત્રણેય કામગીરી માટે સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર નક્કી કરાયું છે. જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ચૂંટણી પ્રક્રિયા માટે ડિસ્પેચિંગ, રિસિવિંગ તથા મત ગણતરીની કામગીરી નવી ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા નક્કી કરાઈ છે. તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં EVM નિદર્શન દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ:6 વોર્ડના 48 મતદાન મથકો પર 6 ટીમો નિદર્શન કરી રહી છે
    Next Article
    Haryanvi Actor Divyanka Sirohi's "Shiva Take Me With You" Post Goes Viral After Sudden Death At 30

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment