Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ:આચારસંહિતા, EVM અને મતદાન જાગૃતિ માટે નોડલ અધિકારીઓને જવાબદારી

    4 days ago

    દાહોદમાં એપ્રિલ-2026માં યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને આદર્શ રીતે પૂર્ણ કરવા માટે ૨૦થી વધુ પાસાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવી સમયબદ્ધ રીતે જવાબદારી નિભાવવા સૂચના આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અત્યંત મહત્વની છે. આદર્શ આચારસંહિતાના અમલમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. બેઠકમાં ઈવીએમ (EVM) વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાન મથકો પર પીવાના પાણી, વીજળી અને રેમ્પ જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, પરિવહન અને ચૂંટણી સામગ્રીના મેનેજમેન્ટ માટે પણ રોડમેપ તૈયાર કરાયો છે, જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન આવે. ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે વિશેષ ટીમો તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની હાજરીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પોલીસ તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. SVEEP અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન તેજ કરાશે. યુવા અને દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહક કાર્યક્રમો યોજાશે. વહીવટી સ્તરે આઈ.ટી. કામગીરી, ઈ-ડેશબોર્ડ અને હેલ્પલાઈન જેવી સુવિધાઓ પણ કાર્યરત કરાઈ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને સ્ટાફ વેલ્ફેર, તાલીમ આયોજન અને પોસ્ટલ બેલેટના છાપકામ જેવી જવાબદારીઓ "ઝીરો એરર" સાથે પૂર્ણ કરવા તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના હિંગરાજમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો
    Next Article
    મહિલાના મોબાઈલમાંથી લોન લઈને રૂપિયા પડાવી બે ફરાર:વડોદરામાં નોકરી કરતી મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા, રૂપિયા પરત ન આપતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment