Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના હિંગરાજમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો

    4 days ago

    વલસાડ તાલુકાના હિંગરાજ ગામમાં આવેલા વૈકરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ 350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો હતો, જેમાં 40 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વલસાડ જિલ્લા ઉપરાંત દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિરના ટ્રસ્ટી મગન ટંડલે જણાવ્યું હતું કે, આ મંદિર આશરે 350 વર્ષ જૂનું અને પૌરાણિક છે. તેમણે ઉમેર્યું કે વર્ષો પહેલા તેમના વડવાઓએ માત્ર 1 કિલો ચોખાથી હનુમાન જયંતિની ઉજવણી અને ભંડારાની શરૂઆત કરી હતી. આ પરંપરા આજે 1500 કિલો ચોખા સુધી પહોંચી છે. ભંડારામાં દાળ-ભાત, શાક, લાપસી અને ખમણ જેવી વાનગીઓનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં પૂજા, અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પ્રીતમ નગર યુવક મંડળ દ્વારા હનુમાન દાદાને 11 કિલોની કેક અર્પણ કરવામાં આવી હતી. સાંજે આરતી બાદ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કેક કાપવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દરિયાઈ પટ્ટી પર વસતા માછીમાર સમાજ સહિત તમામ જ્ઞાતિના આશરે 35 થી 40 હજાર ભક્તોએ ભંડારાનો લાભ લીધો હતો. સ્થાનિક લોકવાયકા મુજબ, વૈકરિયા હનુમાનજી દાદા અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં મનોકામના વ્યક્ત કરનારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે.
    Click here to Read More
    Previous Article
    હનુમાન જયંતીની ઠેરઠેર ભવ્ય ઉજવણી:શહેરના ગોળીબાર હનુમાનજી મંદિર તથા ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ, સાંજે 150થી વધુ વાનર સેનાની શોભાયાત્રા નીકળશે
    Next Article
    દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ:આચારસંહિતા, EVM અને મતદાન જાગૃતિ માટે નોડલ અધિકારીઓને જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment