Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના મોબાઈલમાંથી લોન લઈને રૂપિયા પડાવી બે ફરાર:વડોદરામાં નોકરી કરતી મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા, રૂપિયા પરત ન આપતા પોલીસ ફરિયાદ

    4 days ago

    વડોદરા જિલ્લાના ઉંડેરા ગામે રહેતા મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા.વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં પરત આપ્યા નહોતા અને ઓફિસ બંધ કરીને બંને ભાગી થઈ જતા મહિલાએ ઓફિસ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે. કોમ્પ્યુટર ઓપરેટર મહિલા પાસેથી રુપિયા પડાવ્યા ઉંડેરા ગામે રહેતા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી 35 વર્ષીય મહિલા નરગીસ વલવીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વડોદરામાં શ્રીજી હેલ્પ સેન્ટરમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. આ દરમિયાન ઓફિસના માલિક મોહન મેરીયાએ પૈસા માંગ્યા હતા. 1 નવેમ્બર 2025ના રોજ નરગીસબેને પોતાની બહેનના ખાતામાંથી 19,800 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરી 50,000 રૂપિયાની માંગણી કરતા તેમણે મંગળસૂત્ર ગીરવે મૂકી 49,500 રૂપિયા ગુગલ પે મારફતે આપ્યા હતા.આરોપીએ એક મહિનામાં રકમ પરત આપવાનું કહ્યું હતું, પરંતુ પરત આપ્યા નહોતા. જાણ બહાર મહિલાના મોબાઈલમાંથી લોન લઈ લીધી ત્યારબાદ મોહન મેરીયા અને મેનેજર મનિષ શાહે મહિલાના મોબાઈલમાં મની વ્યૂ એપ ડાઉનલોડ કરીને તેની જાણ વગર 1 લાખ રૂપિયાની લોન લીધી હતી અને તેમાંથી રૂ.90,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ મહિલાના મોબાઈલમાં પોતાનો પાસવર્ડ અને ફિંગરપ્રિન્ટ સેટ કરી દીધા હતા.આ ઉપરાંત મહિલાનું યસ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ લઈ તેનો ઉપયોગ કરીને 33,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.ત્યારબાદ મહિલાએ પોતાની બહેન પાસેથી ઉછીના લઈને બિલ ચૂકવ્યું હતું. બંને આરોપીઓએ મળીને મહિલા પાસેથી 1,92,300 રૂપિયાની રકમ લીધી હતી. પૈસા પરત માંગતા તેઓ વારંવાર વાયદા આપતા હતા. જાન્યુઆરી 2026 પછી ફોન બંધ કરીને ઓફિસ બંધ કરીને ભાગી થઈ ગયા હતા. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને આરોપી મોહન મેરીયા અને મનિષ શાહની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ:આચારસંહિતા, EVM અને મતદાન જાગૃતિ માટે નોડલ અધિકારીઓને જવાબદારી
    Next Article
    बिजनौर में जानी के चौराहे पर आरा मशीन की सील तोड़ने के आरोप में 5 लोगों के खिलाफ मुकदमा कायम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment