Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR સામે ઈન્ડિયા બ્લોકની માર્ચ:રાહુલ-અખિલેશ, મમતા સહિત વિપક્ષી નેતાઓ રામલીલા મેદાન તરફ જઈ રહ્યા, રાહુલે કહ્યું- ભાજપે દુકાનો જબરદસ્તી બંધ કરાવી

    16 hours ago

    દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત 19 પાર્ટીઓના નેતાઓ મિન્ટો જંકશનથી માર્ચ કરતા રામલીલા મેદાન જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રેલીમાં આવનારાઓને અહીં ખરીદી કરવાની અપીલ કરી હતી, જેથી દુકાનદારોને ફાયદો થઈ શકે. પરંતુ કનોટ પ્લેસ આવતી વખતે જાણવા મળ્યું કે ભાજપે જબરદસ્તીથી બધી દુકાનો બંધ કરાવી દીધી છે. દેશ જોઈ રહ્યો છે કે ભાજપ દુકાનદારોને નુકસાન પહોંચાડી રહ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી માટે રાહુલ ગાંધી ઓપન એર સફારી બસમાં રવાના થયા. તેમની સાથે અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ સવાર છે. INDIA ગઠબંધનના નેતાઓ રામલીલા મેદાન જઈ રહ્યા છે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ફારૂક અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સુપ્રિયા સુલે, અભિષેક બેનર્જી, કેસી વેણુગોપાલ અને અન્ય INDIA ગઠબંધનના નેતાઓ મહારેલી માટે રામલીલા મેદાન તરફ આગળ વધી રહ્યા છે. વિપક્ષ SIRનો વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. વિપક્ષે 10 લાખ લોકો ભેગા થવાનો દાવો કર્યો છે. છેલ્લા 25 દિવસમાં વિપક્ષ આ મુદ્દે સાતમી વખત એકજૂટ થયો છે. આ પહેલાં 6થી 13 ઑક્ટોબર વચ્ચે છ વખત પ્રદર્શન થઈ ચૂક્યાં છે. ગુજરાતથી કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તાની દિલ્હી કૂચ:SIR સામે રામલીલા મેદાનમાં યોજાનાર પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં, 4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત આ દરમિયાન, દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે. દિલ્હીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ચના માર્ગ અને કાર્યક્રમ સ્થળ પર 4 હજારથી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટુકડીઓ તૈનાત છે. સમગ્ર વિસ્તારમાં 200થી 250 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાંથી દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર રેન્કના અધિકારીઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તહેવારોની મોસમ છે. દિવાળી, છઠ, ભાઈબીજનો સમય છે. હું ઈચ્છું છું કે બહારથી દિલ્હીમાં આવી રહેલા લાખો લોકો અહીંના વેપારીઓની મદદ કરે. રાહુલે કહ્યું, 'વિરોધપ્રદર્શન, માર્ચ, રેલી કરો, સાથે થોડી ખરીદી પણ કરો. વેપારીઓને ફાયદો થાય.' સમાચારના અપડેટ માટે નીચે લાઈવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો:બીજી જ ઓવરમાં અર્શદીપ સિંહ ત્રાટક્યો, ફિન એલન આઉટ, ઈશાને જબરદસ્ત કેચ કર્યો
    Next Article
    ચાર પોલીસ સ્ટેશનનો 42,523 બોટલ દારૂ નાશ કરાયો:લાલપુરમાં રોલર અને JCBથી કાર્યવાહી; જથ્થાની કિંમત ₹2.25 કરોડથી વધુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment