Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારી:EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું, જિલ્લામાં 18 ડિસ્પેચ સેન્ટર કાર્યરત કરાયા

    19 hours ago

    ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે આજે વડોદરા જિલ્લામાં ચૂંટણીલક્ષી સામગ્રી અને ઇવીએમ મશીનોના વિતરણની પ્રક્રિયા ખૂબ જ આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવી હતી. આવતીકાલે(26 એપ્રિલ) સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે. જિલ્લામાં 18 ડિસ્પેચ સેન્ટર કાર્યરત વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી માટે સમગ્ર જિલ્લામાં 18 જેટલા ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યાંથી મતદાન મથકો માટેની જરૂરી તમામ કીટ રવાના કરવામાં આવી હતી. મકરપુરાની ભવન્સ સ્કૂલમાં રિસિવિંગ સેન્ટર ઊભું કરાયું વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલ ખાતે રિસિવિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર પરથી ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોટના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16, 17, 18 અને 19ની કામગીરી સંભાળવામાં આવી રહી છે. સામગ્રી વહેંચવા માટે સુવ્યવસ્થિત આયોજન આ ચાર વોર્ડ હેઠળ આવતા અંદાજે 240 મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી વહેંચવા માટે ખાસ 14 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટેબલ પર નિયુક્ત કર્મચારીઓ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર અને તેમની ટીમને ઇવીએમ મશીન, મતદાર યાદી, સ્ટેશનરી અને અન્ય અનિવાર્ય દસ્તાવેજોની ચકાસણી કરીને સોંપણી કરવામાં આવી હતી. મશીનોને સુરક્ષિત મતદાન મથકો સુધી પહોંચાડાયા મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તે માટે પોલીસ બંદોબસ્તની હાજરીમાં તમામ મશીનોને સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કર્મચારીઓ માટે ગરમીથી બચવા વ્યવસ્થા કરાઈ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તમામ ટીમોને શાંતિપૂર્ણ રીતે સામગ્રી મળે તે માટે પીવાના પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ પણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટે બે દીકરીઓની કાઉન્સેલિંગની અરજી ફગાવી:અરજદાર પિતાને 10 હજારનો દંડ, માતાની કાન ભંભેરણીથી દીકરીઓ અંતર રાખતી હોવાનો આક્ષેપ કર્યો'તો
    Next Article
    મોડાસામાં રામદેવ કથાનો પ્રારંભ:'અલખના ઓટલે' ભક્તિમય વાતાવરણ, 1 મે સુધી ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment