Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મનપા ચૂંટણી, EVM ફાળવણી શરૂ:13 વોર્ડની 52 બેઠકો માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા EVM અને ચૂંટણી સામગ્રીની ફાળવણી શરૂ કરવામાં આવી છે. 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. EVMની ફાળવણી સુરેન્દ્રનગર ITI અને આર્ટ્સ કોલેજ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી કરવામાં આવી હતી. મતદાન બૂથના સ્ટાફ દ્વારા EVMની ચકાસણી કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમને પોતાના મતદાન બૂથ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વોર્ડ મુજબ અલગ-અલગ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો તેમજ સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોર્ડ નંબર 1 થી 5 અને વોર્ડ નંબર 10 થી 13 માટે એમ.પી. શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ નંબર 19 અને 24 કાર્યરત રહેશે, જ્યાંથી ડિસ્પેચિંગ અને રિસીવિંગની તમામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર 6 થી 9 માટે બસ સ્ટેન્ડ રોડ પર આવેલી એમ.પી. શાહ ITI ખાતે કેન્દ્ર રાખવામાં આવ્યું છે. ITIના બીજા માળે થિયરી રૂમ નંબર 202, 205 અને 206 માં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આ ITIના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ડિસ્પેચિંગ અને રિસીવિંગની કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે 44 ડિગ્રીમાં શેકાવા તૈયાર રહેજો!:અમદાવાદ-ગાંધીનગરમાં આજે યલો એલર્ટ, દરિયાકાંઠાના ભેજવાળા પવનો હજુ 48 કલાક લોકોને અકળાવશે
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:26 એપ્રિલે મતદાન, ઉત્સાહભેર ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment