Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે 44 ડિગ્રીમાં શેકાવા તૈયાર રહેજો!:અમદાવાદ-ગાંધીનગરમાં આજે યલો એલર્ટ, દરિયાકાંઠાના ભેજવાળા પવનો હજુ 48 કલાક લોકોને અકળાવશે

    2 days ago

    ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલી 43.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 42.1 અને ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે એલર્ટ જાહેર કર્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા સાથે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે પારો 44 ડિગ્રીએ પહોંચવાની ધારણા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. ભેજ અને પવનની સ્થિતિ રાજ્યના જમીની વિસ્તારોમાં પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેશે. ગરમીની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય અકળામણ અને પરસેવાનો સામનો કરવો પડશે. ગરમીથી રાહત ક્યારે? હવામાન વિભાગના મતે, આગામી બે દિવસ તાપમાનમાં વધારો થયા બાદ, ત્યારબાદના દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી નીચે ઉતરે તેવી શક્યતા છે. જોકે, હાલના તબક્કે રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી તુરંત કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી.
    Click here to Read More
    Previous Article
    જલંધરમાં ભજ્જીના ઘરની બહાર 'ગદ્દાર' લખ્યું:AAP યુથ વિંગનું LPU-હરભજનના ઘરે પ્રદર્શન; પંજાબના ગદ્દાર નારા લગાવ્યા
    Next Article
    સુરેન્દ્રનગર મનપા ચૂંટણી, EVM ફાળવણી શરૂ:13 વોર્ડની 52 બેઠકો માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment