Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર ભાજપનું આયોજન:26મી નવેમ્બરે ભાજપ દ્વારા શહેરમાં ભવ્ય 'સંવિધાન ગૌરવ રેલી' યોજાશે

    9 hours ago

    ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લો અને મહાનગર દ્વારા આગામી 26મી નવેમ્બર 'સંવિધાન દિવસ'ની ઉજવણીના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના મેયર, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહ, જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ તેમજ ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન ગૌરવ રેલીનું આયોજન પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 26મી નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે ભાવનગર શહેરમાં સંવિધાનના ગૌરવ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આ રેલી અંગેની વિગતવાર માહિતી શહેર અને જિલ્લા કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવશે. “સંવિધાન એ કોઈ પક્ષની જાગીર કે પ્રદર્શનની વસ્તુ નથી” પત્રકારોને સંબોધતા વક્તાએ જણાવ્યું હતું કે, ભારતના પવિત્ર લોકતંત્રનો ગ્રંથ એટલે આપણું સંવિધાન. કોઈ રાજકીય પક્ષ, સરકાર કે વ્યક્તિ સંવિધાનથી ઉપર નથી અને તેનું ગૌરવ જાળવવું એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે. વિપક્ષ પર આડકતરો પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, "કેટલાક લોકો માને છે કે સંવિધાન કોઈ પક્ષની જાગીર છે અને તેને ખિસ્સામાં રાખીને તેનું પ્રદર્શન કરે છે. પરંતુ આ રાષ્ટ્રીય ગ્રંથની માન અને મર્યાદા જળવાવી જોઈએ. સંવિધાન એ કોઈ વ્યક્તિગત ઈમેજ બદલવા કે પ્રદર્શન કરવા માટેનો ગ્રંથ નથી, પરંતુ દેશના કરોડો નાગરિકોની આસ્થા અને અધિકારનો દસ્તાવેજ છે." વડાપ્રધાન મોદીની ઐતિહાસિક પહેલ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે 26મી નવેમ્બરને દર વર્ષે 'સંવિધાન દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણીય સભાએ સંવિધાનનો સ્વીકાર કર્યો હતો અને ૨૬ જાન્યુઆરી, 1950 ના રોજ તેનો અમલ થતા ભારત પ્રજાસત્તાક બન્યું હતું. “We the People of India” એ લોકતંત્રનો મૂળ મંત્ર સંવિધાનની પ્રસ્તાવનાનો ઉલ્લેખ કરતા કહેવાયું હતું કે, "We the people of India" એ ભારતીય લોકશાહીનો મૂળ મંત્ર છે. દેશની સત્તાનો મૂળ સ્ત્રોત કોઈ રાજા, પરિવાર કે પક્ષ નહીં પરંતુ ભારતની જનતા છે. ધર્મ, જાતિ, ભાષા અને રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને ભારતનું સંવિધાન આપણને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યો સાથે એક રાષ્ટ્ર તરીકે જોડે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ડમ્પિંગ સાઈટના વિવાદમાં કલેક્ટરે નગરપાલિકાને GPCB હેઠળ નોટિસ ફટકારી:જૂના અને નવા કચરાના નિકાલ માટે સમયમર્યાદા સાથેનો એક્શન પ્લાન પણ આપ્યો
    Next Article
    Morbi Protest | કતલખાના અને નોનવેજની દુકાનોના મુદ્દે લઘુમતી સમાજના વેપારીઓ મેદાને | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment