Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ડિસ્પેચિંગ શરૂ:આવતીકાલે 1062 મતદાન મથકો પર મતદાન, 5,210 પોલિંગ સ્ટાફ અને 1,878 પોલીસકર્મી તૈનાત થશે

    2 days ago

    છોટા ઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ માટે આજે જિલ્લામાં EVM ડિસ્પેચિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં કુલ 1062 મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 32 જિલ્લા પંચાયત બેઠકો, સાત તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 105 ઉમેદવારો, સાત તાલુકા પંચાયતની 150 બેઠકો માટે 463 ઉમેદવારો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે 63 ઉમેદવારો મેદાનમાં છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7,54,575 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 3,89,640 પુરુષ અને 3,64,935 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. બોડેલી નગરપાલિકામાં 9,742 પુરુષ અને 9,619 મહિલા મતદારો મળી કુલ 19,361 મતદારો મતદાન કરશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કુલ 5,210 પોલિંગ સ્ટાફ અને 1,878 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે 110 પોલિંગ સ્ટાફ અને 36 પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ચૂક્યો છે. ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે અંતિમ પ્રયાસો કર્યા હતા. મતદાન બાદ 28 એપ્રિલે મતગણતરી થશે, જેના પરિણામો જાહેર થશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ:ગેટ સ્ટેશન પરથી ₹40 હજારનો દારૂ જપ્ત, 4 સામે ફરિયાદ
    Next Article
    ગીર ગઢડાના ઝાંખિયા રોડ પર 10 સિંહોની લટાર:મોડી રાત્રે સિંહ પરિવાર રોડ ઉતરી આવતા વાહનચાલકો થંભી ગયા; પ્રવાસીઓએ સિંહોના વીડિયો ઉતાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment