Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:એકને બચાવવા બે ગયા અને ત્રણેયને કાઢવા સુપરવાઇઝર ઉતર્યા, એક બાદ એક તમામ મોતને ભેટ્યા

    1 week ago

    સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આજે 7 જૂને સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિહ જ્વેલર્સ) ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. કોના કોના મોત થયા? 1.નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા (સુપરવાઈઝર-ઉં.વ.26) 2.વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે (ઉં.વ.24) 3.વિજય ભીખાભાઈ આહિરે (ઉં.વ.24) 4.યોગેશ નાનાભાઈ જાદવ પહેલાં યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો અને ત્યારબાદ તે અંદર ફસાયો હતો. જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા હતાં, ત્યારબાદ ત્રણેય ફસાયા હતાં. ત્રણેયને બચાવવા સુપરવાઈઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો હતો. આમ આ ઘટનાક્રમ મુજબ ચારેયના મોત થયા હતાં. અમે જોયું તો 4 વ્યક્તિ ETP પ્લાન્ટમાં હતા: ફાયર ઓફિસર રણજીતસિંહ ખડિયા(વરાછા ઝોન ‘એ’ ડિવિઝનલ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, આજે સવારે 10:22 વાગ્યે ફાયર વિભાગને કંટ્રોલ રૂમ તરફથી એવો મેસેજ મળ્યો હતો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડાની અંદર પડી ગયો છે. ઘટના સ્થળે આવતા જાણવા મળ્યું કે આ એક ઔદ્યોગિક એકમ છે, જે પોદ્દાર આર્કેડ સામે આવેલું છે અને તેનું નામ ‘રતિહ જ્વેલર્સ’ છે. ત્યાં તપાસ કરતા એકના બદલે ચાર વ્યક્તિ ETP પ્લાન્ટની અંદર હતા. ‘PPE કીટ પહેરેલી નહોતી, આ મોટી બેદરકારી’ ત્યાં કોઈ પણ વ્યક્તિએ PPE કીટ પહેરેલી ન હતી અને આજુબાજુમાં પણ તપાસ કરતા આવી કોઈ પણ PPE ઇક્વિપમેન્ટ જાવા મળી નહોતી, જે નીતિ-નિયમો મુજબ હોવા જોઈએ. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક મોટી બેદરકારી કહી શકાય તેવું લાગે છે, બાકી તો આ બધો તપાસનો વિષય છે જે બાદમાં જ જાણવા મળશે. તપાસ થયા બાદ આ એક ઔદ્યોગિક એકમ હોવાથી તે ફાયર વિભાગના અંડરમાં ગુજરાત સરકારના નીતિ-નિયમ મુજબ આવતું નથી. આથી, આગળની જે પણ કાર્યવાહી હશે તે જે-તે વિભાગને સંલગ્ન હશે, તે ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા: ડીસીપી આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારના એક કારખાનામાં જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, તેને એકત્રિત કરવા માટે એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવી છે. આ ટેન્કની સફાઈ દર બે મહિને નિયમિત રીતે કરવામાં આવતી હોય છે. આજે સવારે આ ટેન્કની સફાઈ કરવા માટે ત્રણ મજૂરો અને એક સુપરવાઈઝર અંદર ઉતર્યા હતા. ટેન્કમાં ઉતર્યા બાદ ગેસ ગૂંગળામણ અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ‘સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું’ પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ચારેય વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ફેક્ટરી પરિસરમાં લાગેલા CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે સફાઈ કામદારો ટેન્કમાં કેવી રીતે ઉતર્યા અને ખરેખર શું બન્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સફાઈ દરમિયાન કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો જેમ કે ઓક્સિજન સિલિન્ડર અથવા સેફ્ટી માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ આ મામલે સઘન પૂછપરછ અને વિગતવાર તપાસ ચાલુ છે. ETP શું છે? ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી, પાણીને પર્યાવરણમાં છોડવા લાયક અથવા ફરીથી વાપરવા યોગ્ય બનાવવાનો છે. 'ઝેરી ગેસની અસરથી ચારેય બેભાન થઈને ફસાઈ ગયા હતાં' ઘટના અંગે વિગત આપતા ભાવિનભાઈ જગદીશભાઇ કોસીયાએ જણાવ્યું હતું કે, આજે રવિવારે સવારે 10:22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલ છે. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયરના જવાનોને ખબર પડી કે ત્યાં સ્થિતિ વધુ ગંભીર હતી. સ્લજ (કાદવ-કચરો) ક્લીનિંગ માટે એક નહીં પરંતુ કુલ ચાર વ્યક્તિઓ ટેંક ચેમ્બરમાં ઉતરી હતી અને કોઈક અજ્ઞાત ઝેરી ગેસની અસર થવાના કારણે ચારેય જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતાં. ઓક્સિજન કીટ સાથે રેસ્ક્યુ કરી હોસ્પિટલ મોકલ્યા છતાં ના બચ્યા ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને સવારે 10 વાગ્યેને 22 મિનિટે કંટ્રોલ રૂમ પર કોલ મળ્યો હતો કે રતિ જ્વેલર્સમાં ક્લીનિંગ કરતી વખતે એક માણસ બેભાન થયો છે. અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે જોયું કે સ્લજ ક્લીનિંગની ચેમ્બરમાં ચાર લોકો ફસાયેલા હતાં. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ચારેય લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સમય સૂચકતા વાપરીને હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કરી દીધા છે. સેફ્ટીના અભાવની આશંકા: SMC અંડર આવતું નથી, ફેક્ટરી એક્ટ લાગુ પડશે આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જેથી આ સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું નથી. આમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સેફ્ટી તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં, તે કદાચ તપાસનો વિષય હોઈ શકે છે, પરંતુ અત્યારે આ બાબતે અમે સત્તાવાર કંઈ કહી શકીએ નહીં. શ્રમિકોની સ્થિતિ કેટલી ગંભીર છે તે તો હવે ડોક્ટરોની તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં ચારેય શ્રમિકો સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં 14 મેની રાત્રિએ એક કાળજું કંપાવનારી દુર્ઘટના ઘટી છે. મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ સાવરાવર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી!:ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી જવાબદારીમાંથી છટક્યાં
    Next Article
    ઈસનપુરના વૃદ્ધને શેર બજારમાં રોકાણ કરાવી 90 લાખથી વધુ પડાવ્યા:BOIનો ફેક KYC લેટર અને APK ફાઈલ ઈન્સ્ટોલ કરતા નિકોલની મહિલાના ખાતામાંથી 7.46 લાખ સાફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment