Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈસનપુરના વૃદ્ધને શેર બજારમાં રોકાણ કરાવી 90 લાખથી વધુ પડાવ્યા:BOIનો ફેક KYC લેટર અને APK ફાઈલ ઈન્સ્ટોલ કરતા નિકોલની મહિલાના ખાતામાંથી 7.46 લાખ સાફ

    1 week ago

    અમદાવાદ શહેરના એક વૃદ્ધે યુટ્યુબમાં રોકાણની જાહેરાત જોઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ ગઠિયાઓએ વૃદ્ધને અલગ અલગ શેરમાં રોકાણ કરવાનું કહીને એપ્લિકેશનમાં ટુકડે ટુકડે 90 લાખથી વધુ રકમ ભરાવડાવી હતી. વૃદ્ધને માત્ર નફાના 22 હજાર રૂપિયા પરત આપ્યા હતા. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. તો અન્ય એક બનાવમાં બેન્ક ઓફ ઈન્ડિયાનો ફેક KYC લેટર અને APK ફાઈલ ઈન્સ્ટોલ કરતા નિકોલની મહિલાના ખાતામાંથી 7.46 લાખ સાફ થઈ ગયા છે. પોર્ટફોલિયો મેનેજરની ટીપ મુજબ રોકાણ કરતા ઈસનપુરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ નિવૃત જીવન ગુજારે છે. યુટ્યુબમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈને તેમણે એક લિંકમાં ક્લિક કર્યું હતું જેમાં ફોર્મ ખુલ્યું હતું તે ભરીને તેમણે વિગતો ભરી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી ખાતું ખોલાવ્યું હતુ. ખાતું ખોલાવતા તેમનો એક પોર્ટફોલિયો મેનેજર સાથે સંપર્ક થયો હતો.જે વૃદ્ધને અવારનવાર રોકાણ માટેની ટીપ્સ આપતો હતો.આ એપ્લિકેશનમાં પોર્ટફોલિયો મેનેજર કહેતો તે મુજબ વૃદ્ધ અલગ અલગ રોકાણ કરતા હતા. 5 મહિનામાં 90 લાખથી વધુનું રોકાણ કર્યું, જેની સામે કરોડોનો નફો બતાવ્યો વૃદ્ધે 14 નવેમ્બરથી 9 એપ્રિલ 2026 સુધી કુલ 90.97 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં રોકાણની સામે વૃદ્ધને મોટી રકમનો નફો પણ બતાવતા હતા જે નફો જોઈને જ વૃદ્ધ લાલચમાં આવી ગયા અને તેમણે 90 લાખથી વધુનું રોકાણ કરી દીધું હતું. રોકાણ કર્યા બાદ શરૂઆતમાં નફો બતાવીને 22 હજાર રૂપિયા ઉપાડવા પણ દીધા હતા.જેથી વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો. વૃદ્ધે પાંચ મહિનામાં કુલ 90 લાખથી વધુનું રોકાણ કર્યું જેની સામે કરોડો રૂપિયાનો નફો બતાવતા હતા. પૈસા ઉપાડવા જતાં એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું વૃદ્ધ જ્યારે એપ્લિકેશનમાંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમનું એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું હતું અને મેસેજ આવ્યો હતો કે જેમાં તેમણે પોર્ટફોલિયો મેનેજર અને અન્ય લોકોને મેસેજ અને કોલ કર્યા પરંતુ સામેથી કોઈ જવાબ આવતો ન હતો. જેથી વૃદ્ધને તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી.આ અંગે વૃદ્ધિ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બેન્ક ઓફ ઈન્ડિયાનો ફેક KYC લેટર અને APK ફાઈલ વોટ્સએપમાં આવી નિકોલમાં રહેતા 37 વર્ષીય મહિલા સાથે 7.46 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 19 મેના રોજ રાત્રે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી બેંક ઓફ ઈન્ડિયાનો સિગ્નેચર અને સિક્કાવાળો એક નકલી KYC અપડેટ લેટર અને બેન્ક ઓફ ઈન્ડિયામાં પાન કાર્ડ અપડેટ કરવા માટે એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અપડેટ ન હોવાથી ખાતું સસ્પેન્ડ થવાની વોર્નિંગ પણ આપવામાં આવી હતી. એપ ડોઉનલોડ કરતાં જ ઠગે મોબાઇલનો એક્સેસ લઈ આઇડી-પાસવર્ડ ચોરી લીધા મહિલાએ આ બાબતે પહેલા ધ્યાન આપ્યું નહોતું. આ પછી બેંક સ્ટાફની સામાન્ય પૂછપરછ પછી મહિલાના પતિએ તે ફ્રોડ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી. આમ સાયબર ઠગે મોબાઈલનો એક્સેસ લઈને બેંકિંગ આઈડી-પાસવર્ડ અને ઓટીપીની ચોરી કરી લીધી હતી. ઈ-મેઈલ આઈડી બદલીને પોતાનું નકલી જી-મેઈલ આઈડી રજિસ્ટર કરાવી દીધું સાયબર ઠગે બેંક ખાતામાં નિલમબેનના ઈ-મેઈલ આઈડીને બદલીને પોતાનું નકલી જી-મેઈલ આઈડી રજિસ્ટર કરાવી દીધું હતું. આ પછી મહિલાના ખાતામાંથી માત્ર 5 દિવસમાં જ 7,46,502 રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ 24 મેના મોબાઈલમાં રૂપિયા ડેબિટ થવાના ટેક્સ્ટ મેસેજ જોતા અને નેટબેંકિંગ લોગ-ઈન ન થતા છેતરપિંડીની જાણ થઈ હતી.આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:એકને બચાવવા બે ગયા અને ત્રણેયને કાઢવા સુપરવાઇઝર ઉતર્યા, એક બાદ એક તમામ મોતને ભેટ્યા
    Next Article
    ગોતા અંડરપાસની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિકોએ કંટાળી બેસણું કર્યું:મેયર સ્થાનિક લોકોને ન મળતા રોષ, ત્રણ વર્ષથી મંથરગતિએ કામ ને 5000થી વધારે લોકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment