Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બ્રહ્મ ચોર્યાસીનું આયોજન:મંત્રી કાંતિ અમૃતિયા, સાંસદ વિનોદ ચાવડા, ઋષિકુમારો સહિત 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદ લીધો

    7 hours ago

    મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ઠાકર પરિવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 5000થી વધુ ભૂદેવો અને ઋષિકુમારોએ પ્રસાદનો લાભ લીધો હતો. મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં જાણીતા ઠાકર લૉજ પરિવારના ઓમ શંકર (રાજુભાઈ) કરુણાશંકર ઠાકર અને તેમના પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બ્રહ્મ ચોર્યાસી પહેલાં, મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્રહ્મ ચોર્યાસીમાં મોરબી, માળિયા, ટંકારા અને હળવદ તાલુકામાંથી ભૂદેવો પ્રસાદ લેવા આવ્યા હતા. મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. બ્રહ્મ સમાજની તમામ પાંખના હોદ્દેદારો અને સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ ઠાકર, તેમનો પરિવાર અને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Deepak Mhaskey replaces Amit Malviya as BJP IT cell chief
    Next Article
    ભારતીય મજદૂર સંઘ શ્રમિકોના પ્રશ્નો ઉકેલવા મેદાને:આશા વર્કરને આરોગ્ય વિભાગમાં કાયમી કરવા માગ, કલેક્ટર મારફત સરકારને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment