Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:ગૂંગળામણની મોત થયાની આશંકા, સુરતનો બનાવ

    1 week ago

    સુરતમાં એક ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ) પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા 4 સફાઈ કામદારોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટેંકની અંદર રહેલા ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી આ ચારેય શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. આજે 7 જૂન 2026ના સવારે 10.22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને સુરતના ચોર્યાસી ડેરીની બાજુમાં, ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ખાતે એક વ્યક્તિ ફસાયો હોવાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે, ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા કુલ ચાર વ્યક્તિઓ અંદર ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ ચારેયનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    ચંદીગઢ ટેસ્ટનો બીજો દિવસઃ ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી:જુરેલ બાદ પંત આઉટ; અફઘાનિસ્તાનના સલીમે 4 વિકેટ ઝડપી
    Next Article
    ધોળીધજા ડેમ બનશે પ્રવાસન સ્થળ:₹23.39 કરોડના ખર્ચે બનનારા ધોળીધજા પાર્કનું કામનું 40 ટકા પૂર્ણ, અનેક સુવિધાઓ મળશે; મ્યુઝિકલ લાઇટ શો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment