Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળીધજા ડેમ બનશે પ્રવાસન સ્થળ:₹23.39 કરોડના ખર્ચે બનનારા ધોળીધજા પાર્કનું કામનું 40 ટકા પૂર્ણ, અનેક સુવિધાઓ મળશે; મ્યુઝિકલ લાઇટ શો થશે

    1 week ago

    સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ, જે નર્મદા કેનાલના પાણીથી બારેમાસ ભરેલો રહે છે અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓને પાણી પૂરું પાડે છે, તેને હવે ₹23.39 કરોડના ખર્ચે એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પાર્ક આગામી 9 મહિનામાં સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર થઈ જશે. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના પ્રયાસો અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારોને કારણે રાજ્ય સરકારે પ્રવાસન નિગમ દ્વારા આ પ્રોજેક્ટ માટે ભંડોળ ફાળવ્યું છે. ધોળીધજા પાર્કનું કામ હાલ 40% પ્રગતિમાં છે. આગામી 9 મહિનામાં, એટલે કે નિર્ધારિત સમયમર્યાદામાં, આ પાર્ક લોકાર્પણ માટે સજ્જ થઈ જશે. આ પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા સાથે સિક્યુરિટી કેબિન, બેઠક વ્યવસ્થા સાથે ફૂડ કોર્ટ, ફોરેસ્ટ ટ્રેઇલ પાથવે, ટોય ટ્રેન, ફાઉન્ટેન વર્ક, એમ્ફીથિયેટર, લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશન જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. બાળકો માટે પ્લે એરિયા, ટોયલેટ બ્લોક અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરાશે, તેમજ વડીલો માટે ખાસ બેઠક વ્યવસ્થા હશે. પાર્કમાં રાત્રિ દરમિયાન ₹6 કરોડના ખર્ચે મ્યુઝિકલ લાઇટિંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના સ્થળો, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે. પાર્કના નિર્માણ દરમિયાન પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં સ્થળ પરના એક પણ લીલા વૃક્ષને નુકસાન ન થાય તેની ખાતરી અપાઈ છે. ધોળીધજા ડેમ પાર્કના નિર્માણ માટે રાજકોટની ચિત્રા કન્સ્ટ્રક્શનને એલ-1 એજન્સી તરીકે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર શહેરને એક નવું અને આકર્ષક ફરવાલાયક સ્થળ મળશે.
    Click here to Read More
    Previous Article
    ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:ગૂંગળામણની મોત થયાની આશંકા, સુરતનો બનાવ
    Next Article
    Gujarat Earthquake Shock LIVE | ગુજરાતના આ ભાગોમાં અનુભવાયા ભૂકંપના આંચકા | Navsari | Richter Scale

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment