Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારે આટલા વિસ્તારોમાં અડધો દિવસનો પાણી કાપ:તરસમિયા ફિલ્ટર પ્લાન્ટના વર્ધમાન ESR, દિલબહાર ESR તથા બલયોગીનાગર ESRમાં આવતા વિસ્તારોને બુધવાર પાણી અનિયમિત રહેશે

    1 week ago

    ભાવનગર મહાનગરપાલિકા ના વોટરપાર્ક વિભાગએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બુધેલથી તરસમિયા આવતી મહીપરીએજની પાણીની લાઈન લીકેજ થયેલ હોય જેથી લાઈનનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી તા.25/3 ને બુધવારના રોજ તરસમિયા ફિલ્ટર ખાતે રો વોટર બંધ રહેશે, આનાથી વર્ધમાન ESR હેઠળના તળાજા રોડ, શિવનગર, તરસમિયા-અઘેવાડા ગામ અને દિલબહાર ESR હેઠળના કાળિયાબીડ, સાગવાડી, રામનગર અને અવધનગર તથા બાલયોગીનગર ESRના ગાયત્રીનગર, ઘોઘારોડ, શહેરફરતી સડક, અખિલેશ સોસાયટી, રૂવા ગામ સહિતના વિસ્તારોમાં સવારે 4 કલાકથી બપોરના 12:30 કલાક સુધીનો પાણી પાણી સપ્લાય અનિયમિત રહેશે. તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા વર્ધમાન ESR આધારિત આસ્થા, ઓમ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા(ભરતનગર), બે માળીયા, હરિઓમ નગર, વૃંદાવન સોસાયટી, કૌશલ્ય પાર્ક, સીતારામ ચોક આજુબાજુનો સમગ્ર વિસ્તાર, તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી-1-2-3-4, તરસમીયા ગામ, અઘેવાડા ગામ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય અનિયમિત રહેશે. ભાવનગરમાં તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા દિલબહાર ESR આધારિત હીલ ડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગા સિટી, આઝાદનગર, સાગવાડી કાળીયાબીડ-ડી, કેસરિયા હનુમાન, સાગવાડી, રામનગર અને તેની આજુબાજુ ના સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત રહેશે. બાલ યોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી, ધાવડીમાં વાળો ખાંચો, શહેર ફરતી સડક, રૂવા ગામ, પંચવટી ચોક, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘા રોડ, મારુતિ નગર, બાપુનગર તથા અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવી મતદારયાદી જાહેર:અમદાવાદમાં નાગરિકો AMC ઓફિસો ખાતે લગાવેલી મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે
    Next Article
    ડાયટ સુરેન્દ્રનગર દ્વારા 'વઢવાણની પરકમ્મા' વિશેષાંક વિમોચિત:પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્થાનિક ઇતિહાસ શીખશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment