Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયટ સુરેન્દ્રનગર દ્વારા 'વઢવાણની પરકમ્મા' વિશેષાંક વિમોચિત:પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્થાનિક ઇતિહાસ શીખશે

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) દ્વારા 'પલાશ' મુખપત્ર અંતર્ગત 'વઢવાણની પરકમ્મા' વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ વિશેષાંકનો મુખ્ય હેતુ વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક ઇતિહાસ ભણાવવાનો છે. ડાયટના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સેક્શન-4માં વિદ્યાર્થીઓને સ્થાનિક પર્યાવરણ, ઇતિહાસ અને ધરોહર વિશે જ્ઞાત કરવા સૂચવવામાં આવ્યું છે. આ અંક વઢવાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્થાનિક ઇતિહાસ, પર્યાવરણ, ભૌગોલિક બાબતો અને ધરોહર વિશે શીખવશે. આ વિશેષાંકનું વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ વાઘેલા અને ડાયટના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિમોચન પ્રસંગે 'પલાશ'ના તંત્રી ડૉ. કોમલબેન, વઢવાણ તાલુકાના લિએજન વિમલ દંગી, સમગ્ર શિક્ષામાંથી દિનેશભાઈ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી. રથવી અને વઢવાણ તાલુકાના બીઆરસી નરેશભાઈ બદ્રેશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'વઢવાણની પરકમ્મા' અંકના સંપાદન કાર્યમાં વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકો, જેમાં અસવાર દશરથસિંહનો પણ સમાવેશ થાય છે, તેમનો સહયોગ મળ્યો હતો. ડાયટ દ્વારા સ્થાનિક સાહિત્યની શૃંખલામાં હવે પછી ચોટીલા અને થાન તાલુકાનો સંયુક્ત અંક "પડ જૂઓ પાંચાળ" બહાર પાડવામાં આવશે. આ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેતું સાહિત્ય તૈયાર કરવાની યોજના છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારે આટલા વિસ્તારોમાં અડધો દિવસનો પાણી કાપ:તરસમિયા ફિલ્ટર પ્લાન્ટના વર્ધમાન ESR, દિલબહાર ESR તથા બલયોગીનાગર ESRમાં આવતા વિસ્તારોને બુધવાર પાણી અનિયમિત રહેશે
    Next Article
    Iran Launches Night Light As Its Answer To Israel's Tehran Amid War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment