Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ESIC-હોસ્પિટલમાં 9 વર્ષથી કામ કરતા કર્મચારીઓને નોટિસ વિના છૂટા કરાયા:સુરતમાં પગાર કૌભાંડ સામે અવાજ ઉઠાવતા દ્વેષભાવ રાખ્યાનો આક્ષેપ

    2 weeks ago

    સુરતની ESIC હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં છેલ્લા નવ-નવ વર્ષથી રાત-દિવસ જોયા વિના ઈમાનદારીથી હાઉસકીપિંગનું કામ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના કર્મચારીઓને કોઈ પણ જાતની પૂર્વ નોટિસ કે લેખિત જાણ કર્યા વિના જ અચાનક નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયને પગલે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, અગાઉ થયેલા પગાર કૌભાંડ સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો દ્વેષભાવ રાખીને જ તેમને આ સજા આપવામાં આવી છે. રૂ. 17 હજારના પગાર સામે માત્ર 10 હજાર મળતા હતા કર્મચારીઓના જણાવ્યા અનુસાર, સરકારના નિયમ મુજબ તેમનો ઓનલાઈન પગાર ₹17,000 આસપાસ થતો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેમના હાથમાં માત્ર ₹10,000 જ ચૂકવવામાં આવતા હતા. આ મોટા પગાર કૌભાંડ અને શોષણ સામે કર્મચારીઓએ એક થઈને ઓનલાઈન તેમજ ઉચ્ચ કક્ષાએ ન્યાય માટે રજૂઆત કરી હતી. આ કમ્પ્લેન અને ઓબ્જેક્શન ઉઠાવવાને કારણે જ નવા કોન્ટ્રાક્ટરે જુના કર્મચારીઓ પર ખાર રાખી, કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ સીધા નવા માણસો ગોઠવી દીધા હોવાનો ગંભીર આક્ષેપ કર્મચારીઓ લગાવી રહ્યા છે. 'સાફ-સફાઈ કરતા અમારા હાથમાં કાણા પડી ગયા' હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરતા મહિલા કર્મચારી મધુબેને રડતી આંખે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અમે આ હોસ્પિટલમાં ખૂબ જ ઈમાનદારીથી કામ કર્યું છે. જ્યારે આ હોસ્પિટલ નવી શરૂ થઈ ત્યારે એટલી ગંદી અને ખરાબ હાલતમાં હતી કે આખા ફ્લેટો અને બિલ્ડિંગની સાફ-સફાઈ કરતા-કરતા અમારા હાથમાં કાણા પડી ગયા હતા. આટલી મહેનત કરવા છતાં શનિવારે અમને માત્ર એટલું જ કહેવાયું કે સોમવારથી નવા સુપરવાઈઝર આવશે. અને આજે જ્યારે અમે આવ્યા ત્યારે નવા સુપરવાઈઝરે કહી દીધું કે ઉપરથી ઓર્ડર છે એટલે તમારે કોઈએ જોબ પર આવવાનું નથી. 'અમે અવાજ ઉઠાવ્યો, બસ એ જ અમારો ગુનો બન્યો' તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે બધા ગરીબ અને મિડલ ક્લાસ પરિવારના છીએ. ભાડાના મકાનમાં રહીએ છીએ. કેટલીક મહિલાઓના તો પતિ પણ નથી. હવે છોકરાઓની સ્કૂલની ફી અને ઘરનું ભાડું કઈ રીતે ભરવું? અમારી સેલરી જે લોકો ખાઈ જતા હતા તેની સામે અમે અવાજ ઉઠાવ્યો, બસ એ જ અમારો ગુનો બની ગયો. 'સવારે 5 વાગ્યે નોકરીએ આવ્યા ત્યારે ખબર પડી કે કાઢી મુકાયા' અન્ય એક પીડિત કર્મચારી ચેતન બાબુભાઈ રાઠોડે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, હું અહીં છેલ્લા 9 વર્ષથી જોબ કરું છું. આટલા વર્ષોમાં ઘણા કોન્ટ્રાક્ટ બદલાયા, પરંતુ નિયમ મુજબ માણસો એ જ રહેતા હતા. આ વખતે નવો કોન્ટ્રાક્ટ આવતા જ અમને કોઈ પણ લેખિત જાણ કર્યા વગર કાઢી મૂકવામાં આવ્યા. હું સવારે 5 વાગ્યાથી ઘરની બહાર નીકળીને અહીં નોકરી પર આવ્યો ત્યારે મને સિક્યોરિટી કે સુપરવાઈઝર દ્વારા જાણવા મળ્યું કે તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હવે તમને રાખવાના નથી. ચેતને પણ ભાર પૂર્વક જણાવ્યું કે ₹17,000 ના પગાર સામે ₹10,000 આપવા બાબતે જે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી, આ પગલું તેની જ અદાવતમાં ભરવામાં આવ્યું છે. ભરણપોષણની ચિંતા વચ્ચે કર્મચારીઓની એક જ માંગ, અમને પાછા નોકરી પર લો અચાનક જ રોજીરોટી છીનવાઈ જતાં તમામ ગરીબ કર્મચારીઓ પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરવું તેની ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. મોંઘવારીના આ જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે હોસ્પિટલ પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની આ તાનાશાહી સામે કર્મચારીઓએ ઉચ્ચ સ્તરે ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતોની હોસ્પિટલ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને એક જ વિનંતી અને માંગણી છે કે માનવતાના ધોરણે તેમની વર્ષોની મહેનતને ધ્યાને રાખીને તમામને તાત્કાલિક અસરથી પરત નોકરી પર લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બે માસથી ગોરખધંધા ચલાવતા'તા:રાજકોટ એસટી બસપોર્ટમાં ત્રીજા માળે ગોલ્ડ સ્પાના નામે કુટણખાનું ચલાવતા મેનેજર અને સંચાલકની ધરપકડ, ગ્રાહક પાસેથી 5000 મેળવી લલનાને 1000 આપતા
    Next Article
    ગુજરાત પોલીસનું 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0':2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી; 638 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment