Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2015 માં પિતાની સારવાર માટે જરૂરીયાત પડતા રૂપિયા લીધા હતા:કોઠારાના વ્યાજખોરે સાંધવના ખેડૂતને 5 લાખ વ્યાજે આપી જમીન પડાવી લીધી

    1 day ago

    અબડાસા તાલુકામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વ્યાજચક્રમાં ફસાવતા વ્યાજખોરો સામે વધુ એક ગુનો નોધાયો છે.જેમાં સાંધવના ખેડૂતને પિતાની બીમારી માટે જરૂરીયાત ઉભી થતા આરોપીએ રૂપિયા 5 લાખ 20 ટકા વ્યાજે આપી કિંમતી જમીન પડાવી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, સાંધવ ગામના રહીશ મહાદેવગર ચંદનગર ગુસાઈએ વર્ષ 2015 માં પોતાના પિતાજીની બીમારીની સારવાર કરાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. તે સમયે કોઠારાના નિતેશગિરિ ગોસ્વામી કહેવાથી તેમણે કોઠારા માનપુરા હાઇવે રોડ પર દુકાન ધરાવતા આમદ હાજી મામદ મંધરા પાસેથી 20 ટકાના માસિક ઊંચા વ્યાજે 5 લાખ ઉધાર લીધા હતા. ફરિયાદીએ આરોપી આમદ મંધરાને વ્યાજ તથા મૂળ રકમ પેટે પાંચ લાખની ચુકવણી કરી દીધી હોવા છતાં, લાલચુ આરોપીએ પોતાના માણસો મોકલીને ફરિયાદીને ‘જાનથી પતાવી દેવાની’ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરીને આરોપીએ ફરિયાદીની સાંધવ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 50/1 તથા 258/પૈકી 2 વાળી મૂલ્યવાન ખેતીની જમીન બળજબરીથી પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો.જે મામલે કોઠારા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. 2 વર્ષ પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો જમીન ગુમાવ્યા બાદ ફરિયાદી મુન્દ્રા ખાતે ચા-નાસ્તાની લારી ચલાવી ગુજારાન ચલાવતા હતા. બે વર્ષ પહેલાં તેમને બ્રેન સ્ટ્રોક આવતા તેઓ લાંબી સારવાર હેઠળ હતા. દરમિયાન, આરોપી આમદ મંધરા વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો ગુનો દાખલ થયો હોવાના અને તેની અટકાયત કરાઈ હોવાના સમાચાર માધ્યમો દ્વારા મળતાં ફરિયાદીમાં હિંમત આવી હતી અને તેમણે આખરે કોઠારા પોલીસ સ્ટેશન પહોંચી ન્યાય માટે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:ESICના નામે કચ્છમાંથી સરકાર દોઢ લાખ શ્રમિકો અને કંપનીઓ પાસેથી 9 કરોડની વસુલાત કરશે, સેવા શૂન્ય
    Next Article
    મોટા યક્ષના મેળામાં હવે લોકો જ આપશે વ્યવસ્થાનો રિપોર્ટ:મેળા સ્થળે ગ્રાઉન્ડ પર આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે : નખત્રાણા પ્રાંત કચેરીની ડિજિટલ પહેલ, લોક પ્રતિસાદ મંગાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment