Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા યક્ષના મેળામાં હવે લોકો જ આપશે વ્યવસ્થાનો રિપોર્ટ:મેળા સ્થળે ગ્રાઉન્ડ પર આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે : નખત્રાણા પ્રાંત કચેરીની ડિજિટલ પહેલ, લોક પ્રતિસાદ મંગાવાયો

    1 day ago

    કચ્છના આસ્થા અને સંસ્કૃતિના પ્રતીક સમાન ગણાતા મોટા યક્ષના મેળામાં આ વર્ષે મુલાકાતીઓના અનુભવ અને સૂચનો જાણવા નખત્રાણા વહીવટીતંત્રે ડિજિટલ પહેલ શરૂ કરી છે. નખત્રાણા પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા ગૂગલ ફોર્મ તૈયાર કરી મેળામાં આવતા લોકો પાસેથી વ્યવસ્થાને લગતો પ્રતિસાદ મેળવવામાં આવી રહ્યો છે. મળેલા સૂચનોના આધારે આગામી મેળામાં જરૂરી સુધારા-વધારા કરવાનું આયોજન છે. આ ડિજિટલ ફોર્મમાં મેળાની વ્યવસ્થાના વિવિધ પાસાં અંગે મુલાકાતીઓનો અભિપ્રાય મંગાયા છે. તેમાં સ્વચ્છતા, ટ્રાફિક અને પાર્કિંગ, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, તબીબી વ્યવસ્થા, સ્ટોલનું આયોજન તેમજ મનોરંજન જેવી સુવિધાઓ અંગે પ્રશ્નો સામેલ કરાયા છે. ઉપરાંત મુલાકાતી મેળામાં કયા હેતુથી આવ્યા હતા તેની માહિતી પણ મેળવી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં ધાર્મિક દર્શન, પરિવાર સાથે મુલાકાત, વેપાર-સ્ટોલ, મનોરંજન, સરકારી ફરજ અને મીડિયા કવરેજ જેવા વિકલ્પો અપાયા છે. મુલાકાતીઓ કયા વિસ્તારથી આવ્યા છે તેની માહિતી પણ ફોર્મમાં આવરી લેવામાં આવી રહી છે. તેમાં નખત્રાણા, કચ્છના અન્ય તાલુકા, કચ્છ બહારના વિસ્તાર તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા મુલાકાતીઓનો સમાવેશ થાય છે. મેળામાં કઈ વ્યવસ્થા સારી લાગી અને ક્યાં અસુવિધા કે અવ્યવસ્થા અનુભવાઈ તે અંગે મુલાકાતીઓને વિગતવાર પ્રતિસાદ આપવાની પણ તક આપવામાં આવી છે. મુલાકાતીઓ ફોટો કે વીડિયો પણ ફોર્મમાં અપલોડ કરી શકે છે. આથી સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અંગે તંત્રને સીધી માહિતી મળી શકે છે. મેળો પૂર્ણ થયા બાદ આજે ગાંધી જયંતીના દિવસે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી, સખી મંડળો તથા સ્થાનિકોના સહયોગથી મેળા સ્થળે ગ્રાઉન્ડ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. 8 કલાકમાં 85 ફીડબેક,આગામી આયોજનમાં ઉપયોગી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મુલાકાતીઓના સીધા પ્રતિસાદ મેળવવાની પહેલ કરી છે. માત્ર 6થી 8 કલાકમાં જ 80થી 85 જેટલા ફીડબેક મળી ચૂક્યા છે.જેમાં મેડિકલ સુવિધા, પીવાના પાણીના સ્ટેન્ડ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને વધુ પહોળા કરવા સહિતના સૂચનો મળ્યા છે. સાથે જ મેળાની વ્યવસ્થા અંગે અનેક હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફીડબેક આગામી વર્ષે વધુ સુવ્યવસ્થિત અને મોટા આયોજન માટે તંત્રને માર્ગદર્શિત કરશે.> ઉત્કર્ષ ઉજ્જવલ, પ્રાંત અધિકારી, નખત્રાણા
    Click here to Read More
    Previous Article
    2015 માં પિતાની સારવાર માટે જરૂરીયાત પડતા રૂપિયા લીધા હતા:કોઠારાના વ્યાજખોરે સાંધવના ખેડૂતને 5 લાખ વ્યાજે આપી જમીન પડાવી લીધી
    Next Article
    77-Year-Old Man Called ChatGPT 'Sir'. The Internet Loved It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment