Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ERP સોફ્ટવેર તાલીમ કાર્યક્રમ યોજાયો:50થી વધુ કર્મચારીઓએ સહકારી ડિજિટલાઈઝેશનનું માર્ગદર્શન મેળવ્યું

    13 घंटे पहले

    પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીઓ માટે ત્રિ-દિવસીય ERP સોફ્ટવેર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણના એક્ટિવ ગ્રુપ ભવન ખાતે યોજાયો હતો, જેમાં 50થી વધુ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન સહકારી ક્ષેત્રના ડિજિટલાઈઝેશન અને મંડળીઓના ઓનલાઈન કામકાજ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર સભાસદની વિગત, ધિરાણ, બચત, KCC લોન, ખાતર-બિયારણનું ખરીદ-વેચાણ, બિલ અને સ્ટોકની ગણતરી તેમજ રોજમેળ અને હિસાબની પ્રક્રિયાને સરળ બનાવશે. કાર્યક્રમના સમાપન સત્રમાં પાટણ જિલ્લા સહકારી સંઘના ચેરમેન સુરેશભાઈ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ERP સોફ્ટવેર સેવા સહકારી મંડળી (PACS) ના સમગ્ર કામકાજને કમ્પ્યુટર પર ઓનલાઈન કરવા માટેનું એક મહત્વનું સાધન છે. તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રની પ્રગતિ અને વધુ લોકોને આ ક્ષેત્રે જોડાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા સહકારી સંઘના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ભરતભાઈ રાજપુરોહિતે પણ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત રાજ્ય સહકારી સંઘના કર્મચારી રવિકિરણભાઈ મુંધવા દ્વારા તાલીમાર્થીઓને સોફ્ટવેર અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેસાણા વ્યવસ્થા કેન્દ્રના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ રાવલ, સહ કર્મચારી ધર્મેશભાઈ દવે અને મહેસાણા ડી.કો.ઓ. બેન્કના નોડલ ઓફિસર અશોકભાઈ પટેલ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મહેસાણા કેન્દ્રના પૂર્વ પ્રિન્સિપાલ સ્વ. દીપકકુમાર ત્રિવેદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CEI કથનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પાટણ જિલ્લા સહકારી સંઘના કર્મચારી કૌશિકભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સેકટર-16માં કેનેરા બેન્ક ખુલતા જ આગ લાગી:અગત્યની ફાઇલો બળીને ખાખ; એર કંડિશનરના ડકટમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં
    Next Article
    રાજકોટમાં પોંઝી સ્કીમનો પર્દાફાશ:સમય ટ્રેડિંગના સંચાલકોએ 17 રોકાણકારને 4.80 કરોડમાં નવડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment