Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેકટર-16માં કેનેરા બેન્ક ખુલતા જ આગ લાગી:અગત્યની ફાઇલો બળીને ખાખ; એર કંડિશનરના ડકટમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં

    1 day ago

    ગાંધીનગરના સેકટર-16માં આવેલી કેનેરા બેન્કની શાખામાં આજે(10 જુલાઈ) સવારે એકાએક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નિત્યક્રમ મુજબ આજે સવારે જ્યારે બેન્કના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેના ગણતરીના સમયમાં જ બેન્કની અંદરથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોવા મળ્યા હતા. બેન્ક પરિસરમાં અચાનક ધુમાડો વ્યાપી જતાં ત્યાં કર્મચારીઓ તુરંત જ બેન્કની બહાર દોડી આવ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ પર કાબૂ મેળવી મોટું આર્થિક નુકસાન થતા અટકાવી દેવાયું છે. કેનેરા બેંકમાં આગ લાગતા દોડધામ સેકટર-16માં આવેલી કેનેરા બેન્કની શાખામાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને બેન્કના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની માહિતી મળતાં જ ગાંધીનગર ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. ફાયર ફાઇટરોએ તાકીદે આગને વધુ પ્રસરાતી અટકાવવા માટે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ યથાવત રાખ્યો હતો. એર કંડિશનરના ડકટમાં શોર્ટ સર્કિટથી આગ સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર નિયંત્રણ મેળવી લેવામાં સફળતા મળી હતી.આ અંગે વિગતો આપતાં સ્ટેશન ફાયર ઓફિસર સમીરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અને માહિતી મુજબ બેન્કની અંદર આવેલા એર કંડિશનરના ડકટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું જણાય છે. અગત્યની ફાઇલો અને દસ્તાવેજો બળીને ખાખ વધુમા તેમણે ઉમેર્યું કે,એસી ડક્ટમાં લાગેલી આગને કારણે તેની બિલકુલ નજીકમાં રાખવામાં આવેલી કેટલીક અગત્યની ફાઇલો અને દસ્તાવેજો સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે ફાયર વિભાગની સમયસૂચકતાને લીધે આગ આખા પરિસરમાં ફેલાઈ ન હતી. જેના કારણે કોઈ મોટી જાનહાનિ કે બેન્કની અંદર રહેલી રોકડ રકમને કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. મોટી દુર્ઘટના ટળી આ આગની ઘટનાને પગલે સેકટર-16 બેન્ક વિસ્તારમાં થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં કોઈ મોટી દુર્ઘટના ટળતાં બેન્કના કર્મચારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા બેન્ક પરિસરમાંથી ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાપુરના પીજીમાં રહેતી યુવતીને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી:કચ્છમાં નોકરી સમયે સાથે રહેતા યુવકે લગ્ન કરવા દબાણ કર્યું, બીજે લગ્ન નહીં થવા દે એવી ધમકી આપતા પોલીસ ફરિયાદ
    Next Article
    પાટણમાં ERP સોફ્ટવેર તાલીમ કાર્યક્રમ યોજાયો:50થી વધુ કર્મચારીઓએ સહકારી ડિજિટલાઈઝેશનનું માર્ગદર્શન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment