Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરના પીજીમાં રહેતી યુવતીને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી:કચ્છમાં નોકરી સમયે સાથે રહેતા યુવકે લગ્ન કરવા દબાણ કર્યું, બીજે લગ્ન નહીં થવા દે એવી ધમકી આપતા પોલીસ ફરિયાદ

    1 day ago

    શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી અને સરખેજ ધોળકા રોડ પર કંપનીમાં નોકરી કરતી યુવતી ને તેના જ વતનના યુવક દ્વારા તેના ન્યૂડ ફોટા વીડિયો મોકલી અને હેરાન પરેશાન કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતી અગાઉ તેની સાથે રહેતી હતી અને મિત્રતા હતી પરંતુ ઝઘડાના કારણે તેનાથી અલગ થઈને વતન જતી રહી હતી. 8 મહિના પહેલા જ અમદાવાદ આવીને નોકરી પર લાગી હતી. ત્યારે યુવક તેને લગ્ન કરવા દબાણ કરી અને જો નહીં કરે તો બીજે ક્યાંય લગ્ન નહીં થવા દે અને ન્યૂડ ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે કચ્છમાં નોકરી અપાવી, બંન્ને સાથે રહેતા મૂળ હિમાચલ પ્રદેશની 24 વર્ષીય યુવતી વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે અને સરખેજ ધોળકા રોડ પર આવેલી કંપનીમાં નોકરી કરે છે. 2022માં તેના જ વતનના આશિષ રાણા નામના યુવક સાથે તેની મિત્રતા થઈ હતી અને તેણે કચ્છ ખાતે નોકરી અપાવી હતી. એટલે ત્યાં બંને ત્યાં સાથે રહેતા હતા. યુવતીનો ન્યૂડ વીડિયો માતા-પિતાને મોકલી દીધો આ દરમિયાન અવારનવાર ઝઘડા થતા હતા. આશિષએ યુવતીનો ન્યુડ વીડિયો તેના માતા પિતાને મોકલી આપ્યો હતો. જેથી આ બાબતે તેને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસે બંનેનું સમાધાન કરાવી દીધું હતું. ત્યારબાદ લગ્ન કરવા દબાણ કરતો તો જેથી યુવતી પોતાના વતન જતી રહી હતી. અમદાવાદમાં નોકરી મળતા પરત આવી યુવતી વતન જતી રહી હોવા અંગેની જાણ થતા આશિષ રાણાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા વીડિયો અપલોડ કર્યાં હતા. જેથી આ બાબતે હિમાચલ પ્રદેશ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે તેને ફોન કરીને ફોટા અને વીડિયો ડીલીટ કરાવ્યા હતા. યુવતી તેના વતન ખાતે રહેતી હતી અને ત્યારબાદ ડિસેમ્બર 2025માં અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ ઉપર એક કંપનીમાં નોકરી મળતા પોતે પરત અમદાવાદ આવી હતી. અને શહેરના વસ્ત્રાપુરના પીજીમાં રહેતી હતી. ત્યારે કોઈપણ રીતે આશિષે યુવતીનો નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ અવારનવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. આશિષ રાણા સામે વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ યુવતીને તેના મોબાઈલ ફોન પર અન્ય નંબર પરથી તેના ન્યુડ ફોટા મોકલતો હતો અને વોટ્સએપ ડીપીમાં પણ તેનો ન્યૂડ ફોટો રાખતો હતો. એટલું જ નહીં વારંવાર લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતી તેની સાથે લગ્ન નહીં કરે તો ફોટા વીડિયો વાયરલ કરવાની અને બીજે ક્યાંય લગ્ન નહીં થવા દે એવી ધમકી આપતો હતો. આ સમગ્ર મામલે યુવતીએ કંટાળીને સાઈબર હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે આશિષ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    El Nino strengthens, could develop into strongest since 1950, says US agency
    Next Article
    સેકટર-16માં કેનેરા બેન્ક ખુલતા જ આગ લાગી:અગત્યની ફાઇલો બળીને ખાખ; એર કંડિશનરના ડકટમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાબૂમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment