Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પોંઝી સ્કીમનો પર્દાફાશ:સમય ટ્રેડિંગના સંચાલકોએ 17 રોકાણકારને 4.80 કરોડમાં નવડાવ્યા

    18 hours ago

    રાજકોટમાં ઉંચા વ્યાજ અને મસમોટા વળતરની લાલચ આપી નિર્દોષ લોકોની મરણમૂડી પડાવી લેવાનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના નાનામવા રોડ પર રહેતા દિવ્યાબેન પ્રશાંતભાઈ ગાજીપરાએ ‘સમય ટ્રેડિંગ’ નામની પેઢીના સંચાલકો વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની આપવીતી સાથે ડીસીપી ક્રાઈમ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી દિવ્યાબેનના જણાવ્યા અનુસાર, તેઓ આરોપી ગીતાબેન સંજયભાઈ કાકડિયાને વર્ષોથી ઓળખતા હતા અને તેમની સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા. વર્ષ 2019માં ગીતાબેને દિવ્યાબેનને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે, જો તેઓ પ્રદીપ ડાવેરાની માલિકીની ‘સમય ટ્રેડિંગ’ નામની પેઢીમાં રોકાણ કરશે, તો તેમને ખૂબ જ ઊંચું વળતર અપાવશે. પારિવારિક સંબંધોના ભરોસે દિવ્યાબેન અને તેમના પતિએ વર્ષ 2019માં ગીતાબેન મારફતે રૂા.58 લાખ રોકડા ચૂકવીને રોકાણ કર્યું હતું. રોકાણ કર્યાના થોડા સમય સુધી આરોપીઓએ નિયમિત નફો આપ્યો હતો, પરંતુ ત્યારબાદ અચાનક જ નાણાં ચૂકવવાનું બંધ કરી દીધું હતું. ઉઘરાણી કરવામાં આવી, ત્યારે આરોપીએ ઉડાઉ જવાબો આપ્યા હતા. દરમિયાન, મુખ્ય સૂત્રધાર પ્રદીપ ડાવેરા વિરુદ્ધ રાજકોટમાં લોકો સાથે છેતરપિંડી આચરવા બદલ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપી ગીતાબેન કાકડિયા મારફતે માત્ર દિવ્યાબેન જ નહીં, પરંતુ અન્ય 16 લોકોએ પણ રૂ.4.22 કરોડ રોકડા ચૂકવીને પોતાની મરણમૂડી ગુમાવી છે. અરજદાર દિવ્યાબેન ગાજીપરાએ આરોપીઓ વિરુદ્ધ બીએએસ તેમજ GPID એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માગણી કરી છે. ભોગ બનનારના નામ અને ગુમાવેલી રકમ
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ERP સોફ્ટવેર તાલીમ કાર્યક્રમ યોજાયો:50થી વધુ કર્મચારીઓએ સહકારી ડિજિટલાઈઝેશનનું માર્ગદર્શન મેળવ્યું
    Next Article
    Nithin Kamath's Swipe, Groww's Reply: India's Top Brokers Clash On X

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment