Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EPS-95 પેન્શનરોના આક્રોશ સાથે કલેક્ટરને રજૂઆત:માંગણી ન સંતોષાય તો સાંસદ નિમુબેન બાંભણિયાની ઓફિસ સામે ધરણાં અને ભૂખ હડતાળની ચીમકી

    10 hours ago

    છેલ્લા 11 વર્ષથી વ્યાજબી મોંઘવારી ભથ્થાની માંગણી સાથે લડત ચલાવી રહેલા EPS-95ના પેન્શનરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભાવનગર જિલ્લા EPS-95ના કન્વીનરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે. પેન્શનરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ જનપ્રતિનિધિઓની ઓફિસ સામે ઉગ્ર આંદોલન કરશે. અનેક રજૂઆત બાદ પણ સરકારનો કોઈ નિર્ણય નહિ આ અંગે કન્વીનર ધીરુભાઈ યાદવે જણાવ્યું હતું કે, પેન્શનરો પોતાની માંગણીઓને લઈને દિલ્હીના જંતર-મંતર અને રામલીલા મેદાન ખાતે 8થી વધુ વખત આંદોલન કરી ચૂક્યા છે. આ સિવાય રાષ્ટ્રીય કમાન્ડર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બે વાર મળી ચૂક્યા છે. તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્વરિત નિર્મય લેવા વડાપ્રધાનને અપીલ હાલમાં માત્ર 1200થી 1300 રૂપિયા જેવા નજીવા પેન્શનમાં જીવવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, આર્થિક સંકળામણના કારણે હાલમાં જૂનાગઢ જિલ્લામાં ST નિગમના એક કર્મચારીએ સજોડે આત્મવિલોપન જેવું અત્યંત દૂખદ અને આકરાં પગલું ભર્યું છે. આર્થિક ભીંસથી પીડાતા પેન્શનરો હવે મરવા મજબૂર બન્યા છે, ત્યારે સરકાર ત્વરિત યોગ્ય નિર્ણય લે તેવી કલેક્ટર મારફતે વડાપ્રધાન અને મનસુખ માંડવિયાને અપીલ કરવામાં આવી છે. સાંસદ કાર્યાલય સામે આંદોલનની ચીમકી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારતા જણાવ્યું હતું કે, પેન્શનર આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાની ઓફિસ સામે ધરણાં પર બેસશે અથવા ભૂખ હડતાળ પર ઊતરશે. આ ઉપરાંત રાષ્ટ્રીય કમાન્ડરના આદેશ મુજબ દેશવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોવાથી લાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો,:જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગોવાથી આઈસર ટ્રકમાં લવાયેલ વિદેશી દારૂની બોટલો સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી, રૂા. 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
    Next Article
    શાપરમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ:બિસ્કિટ લઇ આપી 5 વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી, આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment