Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવાથી લાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો,:જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગોવાથી આઈસર ટ્રકમાં લવાયેલ વિદેશી દારૂની બોટલો સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી, રૂા. 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

    8 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર નશાનો કારોબાર ચલાવતા તત્વો સામે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ શહેરના માર્કેટીંગ યાર્ડ રોડ પર એચ.ડી.એફ.સી. બેંકની સામે વોચ ગોઠવવામાં આવી હતી.આઈસરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને જૂનાગઢના 5 ઈસમો કટીંગ કરવાના હોવાની માહિતી મળી હતી. ​આ બાતમીના આધારે પોલીસે તુરંત જ તે જગ્યાએ દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીવાળા વાહનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ 2160 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 2,16,000 થવા જાય છે.આ ઉપરાંત ૫ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 50,000 તથા 5,00,000 ની કિંમતનો આઈસર ટ્રક મળી કુલ રૂપિયા 7,66,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ​આ કેસમાં પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં અસ્લમખાન ઇસ્માઇલખાન યુસુફજઇ (રહે. જૂનાગઢ), અનતક હનીફભાઇ જઠેવા (રહે. જૂનાગઢ), મકસુદ જુસબભાઇ ઉનડ (રહે. જૂનાગઢ), અરબાજ અલ્તાફભાઇ બ્લોચ (રહે. જૂનાગઢ) અને મકબુલ જુસબભાઇ ઉનડ (રહે. જૂનાગઢ)નો સમાવેશ થાય છે. આ તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ શહેર 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ​પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ દારૂના તાર ગોવા સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો મોકલનાર ગોવાના શુભ વાઈન શૉપના સંચાલક પાત્રમ તેમજ જેતપુરના દેરડી ગામના રાજ પટેલ આ ગુનામાં હાજર નહીં મળી આવતા પોલીસે તેમને ફરાર જાહેર કર્યા છે અને તેમની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉધનામાં DGVCL ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ હોટ ફિક્સ કચરાના ઢગલા:લિંબાયત-વરાછાની આગ પછી પણ સુરત મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં
    Next Article
    EPS-95 પેન્શનરોના આક્રોશ સાથે કલેક્ટરને રજૂઆત:માંગણી ન સંતોષાય તો સાંસદ નિમુબેન બાંભણિયાની ઓફિસ સામે ધરણાં અને ભૂખ હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment