Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ, દિવાળીના કવર મળતા હોય EIને નિયમભંગ ન દેખાયાનો આક્ષેપ

    2 days ago

    રાજકોટ શહેરમાં 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જોકે શહેરની મોટાભાગની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચાલુ વેકેશનમાં અભ્યાસ માટે બોલાવવામાં આવેલા છે જે સરકારના નિયમોની વિરુદ્ધ હોવાથી કોંગ્રેસ દ્વારા આજે નામાંકિત મોદી સ્કૂલ અને કલ્યાણ હાઈસ્કૂલ ખાતે રેડ પાડી હતી આ દરમિયાન બંને સ્કૂલમાં બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોવાથી બંને સ્કૂલો બંધ કરાવવામાં આવી હતી અને તેથી વિદ્યાર્થીઓને ઘરે જવા દેવાયા હતા. જેને કારણે વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા હોય તેવું નજરે પડ્યું હતું. જોકે આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તાએ એવો આક્ષેપ કર્યો છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસ સોંપવામાં આવી હતી આમ છતાં પણ તેઓને દિવાળીના કવર મળતા હશે એટલા માટે ચાલુ વેકેશનને અભ્યાસક્રમ થતો હોવાનું દેખાયું નહીં. જોકે આ બંને સ્કૂલોને માત્ર નોટિસ નહીં પરંતુ આકરો દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના દિવાળી વેકેશનની જાહેરાત બાદ કલ્યાણ સ્કૂલ અને મોદી સ્કૂલમાં આજે અમે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે આવ્યા તો જોવા મળ્યું કે વેકેશનમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. અગાઉ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું અને સંચાલક મંડળ સાથે ચર્ચા થઈ હતી કે વેકેશનમાં ધોરણ 10 અને 12 સિવાયના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. જે બાદ અહીં અંબિકા ટાઉનશીપમાં આવેલી મોદી સ્કૂલમાં પ્રિન્સિપાલને મળ્યા ત્યારે પ્રિન્સિપાલે એવું કહ્યું કે માત્ર ધો.12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે ત્યારે અહીં ધો.11 માના 8 થી 10 કલાસ ભરેલા જોવા મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સંચાલક મંડળના નિયમોને ઘોળી પીવા, જિલ્લા શિક્ષણ અધિકારીના નિયમોને ઘોળી પી જવા તેવી માનસિકતા શાળાઓ ધરાવે છે. જેથી આ બંને શાળાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માત્ર નોટિસ નહીં પરંતુ આકરો દંડ આપવામાં આવે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મોદી સ્કૂલની આજે બપોર પછી તમામ બ્રાન્ચો ચાલુ રહેવાની છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અન્યથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ અમે ધરણા ઉપર બેસી જવાના છીએ. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસ સોંપવામાં આવી હતી પરંતુ તેમને આ બાબત શા માટે ન દેખાઈ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તો દર દિવાળીએ અને વાર તહેવારની અંદર કવરો મળતા હોય એટલે એને આ ન દેખાય. આ બધી જવાબદારી વિદ્યાર્થી સંગઠનની છે. સરકારે તો કવરના ઉઘરાણા કરવા માટે એને પગાર આપ્યા છે. દુ:ખદ બાબત છે કે લોકશાહીની અંદર સરકારના નિયમોને ઘોડીને પી જવા અને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સામે એવા જવાબ આપવા કે જિલ્લા શિક્ષણ અધિકારી તેમની હેઠળ આવતા હોય. જોકે આ કદાપિ ન ચલાવી લેવાય. વિદ્યાર્થીઓના અધિકાર માટે લડત લડવી એ વિદ્યાર્થી સંગઠનની જવાબદારી છે અને અમે એ જ નિભાવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ:દારૂ ભરેલી ગાડીઓ રોકતા પોલીસકર્મીઓએ માંડ-માંડ જીવ બચાવ્યો, SP-IGનો ખુલાસો માંગતા નથી: મેવાણી
    Next Article
    વિદ્યાર્થીને ટેલિગ્રામથી શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી છેતરપિંડી:ગાંધીનગરમાં DAIICTના વિદ્યાર્થી સાથે વોટ્સએપ કોલથી વાત કરી ગઠિયાએ 61 હજાર રુપિયા ટ્રાન્સફર કરાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment