Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ:દારૂ ભરેલી ગાડીઓ રોકતા પોલીસકર્મીઓએ માંડ-માંડ જીવ બચાવ્યો, SP-IGનો ખુલાસો માંગતા નથી: મેવાણી

    2 days ago

    બનાસકાંઠામાં દારૂની હેરાફેરી રોકવા માટે દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ યુનિટ (SMC)ની ટીમ પર બુટલેગરોએ ગાડીઓ ચઢાવી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂ ભરેલી અનેક વાહનોને રોકવાનો પ્રયાસ કરતા ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચોને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વડગામના ધારાસભ્યએ રાજ્યના ગૃહમંત્રી હર્ષઘંવી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને ગંભીર ગણાવીને બનાસકાંઠાના એસપી (SP) અને રેન્જ આઈજી (IG) સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી છે. હાલ SMC દ્વારા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાતમીના આધારે SMCની વોચ રાજસ્થાનના મેથીપુરા ગામે આવેલા પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા થઈને ગુજરાતમાં પ્રવેશવાની છે તેવી બાતમી SMCને મળી હતી. આ ગાડીઓનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગર ખાતે રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવી રહ્યું હતું. ફિલ્મી દ્રશ્યો સર્જાયા આ બાતમીના આધારે SMCના પીઆઈ પી.બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્કોર્પિયોની પાછળ ઇનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓ કાફલા સાથે આવી પહોંચતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરોના ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચો પર સીધી ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની ક્રેટા કારને જોરદાર ટક્કર મારી હતી. સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં નોંધનીય બાબત એ છે કે ગાંધીનગરની SMC ટીમ બનાસકાંઠામાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપવા માટે આવતી હોય, તો સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) ટીમ શું કરી રહી હતી? તેને લઈને અનેક પ્રકારના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Alice Huang's Husband Built $9 Billion AI Network With China's Help: Report
    Next Article
    રાજકોટમાં દિવાળી વેકેશનમાં ધમધમતી શાળાઓ પર કોંગ્રેસની રેડ:સરકારી નિયમોનો ઉલાળીયો કરી ધમધમતી નામાંકિત મોદી-કલ્યાણ હાઈસ્કૂલ બંધ કરાવાઈ, દિવાળીના કવર મળતા હોય EIને નિયમભંગ ન દેખાયાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment